fbpx
અમરેલી

GVK EMRI દામનગર ૧૦૮ દ્વારા પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું

તારીખ 19/10/20 ના રોજ વિકળીયા – જલાલપર ચોકડી નજીક મોટરસાયકલ સ્લીપ થતાં પુલ પરથી નીચે પડી જતાં દિલીપભાઈ મંદુરિયા ઇજાગ્રસ્ત થયેલ આ બનાવ ની જાણ દામનગર 108 ને થતાં  તાત્કાલિક સ્થળ પર પહોંચેલ અને દર્દીને તપાસતા દર્દી અર્ધબેભાન હાલત મા જોવા મળેલ અને માથાના ભાગે ઇજા થયેલ જોવા મળતાં તરત જ 108 દામનગર ના કર્મચારીઓ EMT ગૌતમભાઈ ભટ્ટ અને Pilot પ્રવીણભાઈ અસોદરિયા એ સ્થળ પર પ્રાથમિક સારવાર આપી અને એમ્બ્યુલન્સ મા લઈ ને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ દામનગર ખસેડ્યા હતા. આ દરમિયાન દર્દી પાસેથી મળી આવેલ  રોકડ રકમ રૂ. 24400 તેમજ એક મોબાઇલ રૂ 1000 મળી આવેલ હતો.  કુલ 25400 નો  રોકડ રકમ તેમજ અગત્ય નું દસ્તાવેજ આધારકાર્ડ મળી આવેલ જે તેમના સબંધી શ્રી વિજયભાઈ વાઘેલા  ને 108 દામનગર ના સ્ટાફ EMT ગૌતમભાઈ ભટ્ટ અને Pilot પ્રવીણભાઈ અસોદરિયા સહી સલામત પરત કરેલ તેમજ દામનગર 108 ના સ્ટાફે સારવારની સાથે સાથે પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડતા દર્દીના સબંધીએ આભાર વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts