fbpx
અમરેલી

કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનો ધારી વિધાનસભા અંતર્ગત બગસરા, ધારી, મોટા સમઢિયાળા અને ચલાલાનો ચૂંટણી પ્રવાસ યોજાશે.

પરસોત્તમભાઇ રૂપાલા સવારે ૧૦:૦૦ કલાકે બગસરા અને બપોરે ૩:૦૦ કલાકે ધારી ખાતે સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, વેપારી મંડળના આગેવાનો, જુદી જુદી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના શ્રેષ્ઠી ઓ સાથે બેઠક કરશે

પરસોત્તમભાઇ રૂપાલા ત્યારબાદ સાંજે ૬:૦૦ કલાકે મોટા સમઢિયાળા અને રાત્રે ૮:૦૦ કલાકે ચલાલા ખાતે જાહેરસભા સંબોધશે.ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ૨૩ ઓક્ટોબરના રોજ ધારી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાના સમર્થનમાં સવારે ૧૦:૦૦ કલાકે બગસરા ખાતે સતવારા સમાજની વાડી, બપોરે ૩:૦૦ કલાકે ધારી ખાતે પટેલ સમાજની વાડી ખાતે સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, વેપારી મંડળના આગેવાનો, જુદી જુદી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના શ્રેષ્ઠીશ્રીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ સાંજે ૬:૦૦ કલાકે મોટા સમઢિયાળા અને રાત્રે ૮:૦૦ કલાકે ચલાલા શહેર ખાતે જાહેરસભા સંબોધશે.

Follow Me:

Related Posts