fbpx
અમરેલી

સમગ્ર દેશમાં પ્રથમ વખત નવા કલાકારો ને મંચ આપવા, આજે કલાધાર મલ્ટી ક્રેડિટ સોસાયટી નું ઉદ્ઘાટન

સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી ના અધ્યક્ષ સ્થાને જાણીતા લોકસાહિત્યકાર યોગેશ ગઢવી ઉદ્ઘાટન કરશે મહિલા સહકારી અગ્રણી ભાવનાબેન ગોંડલીયા દ્વારા એક નવું સોપાન શરૂ કરાશે

અમરેલી જીલ્લો એટલે કંઈક નવું કરવા માટે હંમેશા તત્પર હોય છે ત્યારે આજે સમગ્ર દેશમાં પ્રથમ વખતકલાકારો માટે સહકારી સંસ્થા ની સ્થાપના કરવામાં આવી છે આ સંસ્થા દ્વારા ઉગતા કલાકારો ને મંચઆપવું તાલીમ આપવી કલાકારોની સર્ટિફાઇડ કરવા તેઓ માટે આલ્બમ બનાવવા ચલચિત્રો બનાવવાજેવા માધ્યમથી કરવામાં આવશે જેનાથી સંસ્કૃતિ દેશ-વિદેશમાં ઉજાગર કરવા કામગીરી હાથ ધરવામાંઆવશે આ સરકારી સંસ્થા નું એટલે કે કલાધાર મલ્ટી ક્રેડિટ સોસાયટી નું ઉદ્ઘાટન સહકાર શિરોમણીનાફસ્કોપ ના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષ સંગીત નાટ્ય અકાદમી ના પૂર્વ ચેરમેન રાષ્ટ્રીયએવોર્ડ વિજેતા યોગેશભાઈ ગઢવી ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કેસહકારી સંસ્થાના માધ્યમથી આ પ્રકારની સંસ્થા દેશમાં પ્રથમ વખત બની રહી છે. જે અમરેલી થી શરૂથઈ સમગ્ર દેશ વિદેશમાં સહકારી પ્રવૃત્તિને વેગ મળશે.તારીખ 23 ઓક્ટોબર ના રોજ પ્રથમ સામાન્યસભામાં અમરેલી ખાતે સંસ્થા ખુલ્લી મુકાશે જેમાં કલાકારોને તેમના સાધનો ખરીદવા વાહનો ખરીદવાલોન આપવામાં આવશે સાથે સાથે સભાસદોના બાળકો ને તાલીમ આપી યોગ્ય રીતે મંચ પૂરુ પાડી રજૂકરવામાં આવશે .આગામી દિવસોમાં સંગીત, નૃત્ય, નાટક ,લોકસાહિત્ય ,ચિત્ર ,કાવ્ય, ગદ્ય લેખક જેવાતમામ કલાકાર સાથે રાખીને તેમના ક્ષેત્રમાં નિપુણતા થી આગળ વધી શકે એવી પ્રવૃત્તિ સંસ્થા દ્વારાહાથ ધરવામાં આવશે. સહકારી સંસ્થાઓ કે સરકારી સંસ્થાઓ ની ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ પણ બનાવીઆપવામાં આવશે ઉદ્યોગો ની જાહેરાતો શૂટ કરીને આપવામાં આવશે સંસ્થા દ્વારા સભાસદોનામનોરંજન માંથી નાટક તેમજ સમયાંતરે મ્યુઝિકલ નાઇટ લોકડાયરો જેવા કાર્યક્રમો પણ કરવામાંઆવનાર છે સંસ્થાના સભ્યો તેમજ તેના પરિવાર માટે સુવિધાઓ સાથે આ સંસ્થા ખુલ્લી મુકવામાંઆવી રહી છે.

Follow Me:

Related Posts