fbpx
અમરેલી

ધારી બેઠકનાં મુખ્‍ય બન્‍ને ઉમેદવારો પક્ષપલ્‍ટુ

ધારી-બગસરા વિધાન સભાની પેટા ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસનાં ઉમેદવારો પક્ષ પલ્‍ટુ હોવાથી સમગ્ર પંથકનાં મતદારોમાં અવઢવ છે કે કોને મત આપવો. કારણ કે વિજેતા બન્‍યા બાદ પૂનઃ પક્ષનહી બદલે તેની કોઈ ગેરંટી જોવા મળતી નથી.
ધારી બેઠકનાં ભાજપનાં ઉમેદવાર જે.વી. કાકડીયા કોંગ્રેસમાંથી આવેલ છે તો કોંગી ઉમેદવાર સુરેશ કોટડીયા પણ છેલ્‍લે ભાજપમાં કાર્યરત રહૃાાં બાદ કોંગ્રેસ પક્ષમાં આવેલ છે અને બન્‍નેમાંથી જે કોઈ વિજેતા થશે બાદમાં પૂનઃ પક્ષ પલ્‍ટો કરશે કે નહી તેની કોઈને ખબર નથી.
ભાજપ-કોંગ્રેસનાં બન્‍ને ઉમેદવારો છેલ્‍લા ર0થી 30 વર્ષથી જાહેર જીવનમાં હોય બન્‍નેએ ધારી વિસ્‍તારનાં વિકાસ માટે શું કાર્યો કર્યા છે તેની પણ કોઈને ખબર નથી અને આગામી દિવસોમાં વિકાસ કાર્યો કરશે કે નહી તેની પણ કોઈને ખાત્રી નથી. ત્‍યારે આ વિસ્‍તારની પેટા ચૂંટણી અનેક બાબતોને લઈને ચર્ચાસ્‍પદ બની છે.

Follow Me:

Related Posts