fbpx
અમરેલી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી ખાતે કેન્દ્રિય તાલીમ અને બિયારણ વિતરણ કાર્યક્રમ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી દ્વારા ૨૨ ઓક્ટોબરના રોજ  એટીક પ્રોજેકટ અંતર્ગત પ્રથમ હરોળના નિદર્શનોને લઈ તાલીમ અને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા જીજેજી-૬ ચણાની વેરાઇટી અંગેની માહિતી તેમજ ઘઉંમાં માંજી. ડબલ્યુ- ૪૫૧ જાત અંગેની માહિતી, હવામાન આધારિત કૃષિ સલાહ, ઉધઈના નિયંત્રણ માટે બીજ માવજત તેમજ અન્ય રોગ જીવાત નિયંત્રણ, પ્રથમ હરોળના નિદર્શનો અંગેની માહિતી અને કૃષિ યુનિવર્સીટીની ભલામણો અંગે સમજ આપવામાં આવી હતી.અમરેલી જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતભાઈઓએ ભાગ લીધો હતો. જીજેજી-૬ ચણાની જાત એ બિનપિયત ચણા છે. જે સુકરા અને પીળીયા સામે પ્રતિકારક જાત છે. આ જાત ૧૧૨ દિવસમાં પાકે છે અને ૧૮૦૦ થી ૨૦૦૦ કિલો/હે ઉત્પાદન આપે છે. જી. ડબલ્યુ- ૪૫૧ એ ઘઉંની સમયસર વાવવાની જાત છે, જે ગેરુ રોગ સામે પ્રતીકારકતા ધરાવે છે, અને તેમાં લોહ અને તેમાં ઝીંકનું નોંધપાત્ર પ્રમાણ હોવાને લીધે કુપોષણ સામે પણ રક્ષણ આપે છે. આ જાતનું સરેરાશ ઉત્પાદન ૫૦૦૦ થી ૫૫૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે.

Follow Me:

Related Posts