fbpx
અમરેલી

આગામી ધારી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત મતદાન અને મતદાનના આગલા દિવસે પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ કરવાની જાહેરાત બાબત

ચૂંટણી દરમિયાન રાજકીય પ્રચાર પ્રસાર માટેની જાહેરાતો વિજાણું માધ્યમોમાં પ્રસારિત કરતા પહેલા મિડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીની પૂર્વ મંજૂરી મેળવવાની હોય છે. પરંતુ ચૂંટણી પંચના આદેશાનુસાર મતદાનના દિવસે અને તેના આગલા દિવસે રાજકીય પક્ષો, ઉમેદવારો, વ્યકિતઓ સંગઠનો દ્વારા પ્રિન્ટ મિડીયામાં પ્રચાર પ્રસાર માટે આપવામાં આવનાર રાજકીય પ્રકારની જાહેરાતો પણ જિલ્લા કક્ષાની મિડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ પૂર્વ મંજૂરી વિના પ્રસિદ્ધ કરી શકાતી નથી. ધારી  વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટે તારીખ ૦૩-૧૧-૨૦૨૦ રોજ મતદાન યોજાનાર છે. જેથી, ચૂંટણી પંચની સુચના મુજબ મતદાનના આગલા દિવસે એટલે કે તા: ૦૨-૧૧-૨૦૨૦ તેમજ મતદાનની તારીખ ૦૩-૧૧-૨૦૨૦ એમ દિવસો દરમ્યાન કોઈપણ રાજકીય પક્ષ કે સંગઠન દ્વારા પ્રિન્ટ મિડીયામાં પ્રચાર પ્રસારના હેતુ માટે આપવાની હોય તો જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરીંગ કમીટીને નિયત ફોર્મ અને સ્ક્રીપ્ટ સાથે મંજુરી માટે રજૂ કરવાની રહેશે તેમ નોડલ અધિકારી મીડિયાની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts