fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 6 કેસઃ કુલ 2606 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી શહેરમાં કોરોનાના વધુ 2 કેસ સાથે અમરેલી જિલ્લામાં ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાયા. અત્યાર સુધીનો સૌથી ઓછા કેસનો દિવસ.
અમરેલી જિલ્લા કોરોના અપડેટ
આજે તા. 25 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના અમરેલી શહેરના 2 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાયા. કોરોના ના સંક્રમણ શરૂ થયા બાદ અત્યાર સુધીનો રોજના પોઝિટિવ કેસમાં સૌથી ઓછા કેસનો દિવસ બન્યો છે. કુલ પોઝિટિવ કેસનો આંક 2606 થયો, અમરેલી શહેરના 2 કેસમાં…વૃંદાવન પાર્કના 33 વર્ષીય પુરુષ, નાગનાથ મંદિર પાછળના 81 વર્ષીય વૃદ્ધા, સાવરકુંડલાના 1 પોઝિટિવ કેસમાં… હાથસણી રોડ પરના 31 વર્ષીય મહિલા. અમરેલી જિલ્લાના 3 પોઝિટિવ કેસમાં… જસવંતગઢના ના 55 વર્ષીય મહિલા, સણોસરાના 45 વર્ષીય પુરુષ, મોટા લીલીયાના 55 વર્ષીય પુરુષ. આમ આજ તા. 25 ઓક્ટોબરના રોજ અમરેલી શહેરના 2 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લા માં કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા આ સાથે અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 2606 પર પહોંચ્યો.

Follow Me:

Related Posts