fbpx
અમરેલી

બાબરા પોલિસ સ્ટેશન ખાતે દશેરા નિમિતે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું. બાબરા પી.આઈ. એસ .એન. ગોહિલના હસ્તે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું.

 હાલ પવિત્ર આસો માસ શરુ હોય નવરાત્રી, દશેરા સહિત ના પવિત્ર તહેવારો આવી રહ્યા હોય. ત્યારે આજે પવિત્ર દશેરા ના દિવસે લોકો શસ્ત્ર પુજન કરતા હોય છે. ત્યારે આજ રોજ બાબરા પોલિસ સ્ટેશન ખાતે પોલિસ સ્ટાફ પરિવાર દ્રારા બાબરા પોલિસ સ્ટેશન ખાતે રહેલા શસ્ત્રો નું પુજન કરવામાં આવ્યું હતું. પી.આઈ. એસ.એન. ગોહિલના હસ્તે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું. તમામ વિધી વિધાન અને ભુદેવ ની ઉપસ્થિતિ માં મંત્રો અને જાપ સાથે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું. આ તકે પી.આઈ. એસ.એન. ગોહિલ, પી.એસ.આઈ. સહિત પોલિસ સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. અને પવિત્ર દશેરા પર્વ ના દિવસે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું. તેમજ બાબરા પોલિસ પરીવાર દ્રારા તાલુકા ની જનતા ને પવિત્ર દશેરા પર્વની શુભેચ્છા પાઠવી હતી. સાથે આવનારા તહેવારો ની પણ શુભેચ્છા પાઠવી હતી. સાથે તહેવારો દરમિયાન સાવચેત રહેવું અને પોલિસ સ્ટાફ ને સાથ સહકાર આપો તેવી અપીલ કરેલ હતી. સાથે હાલ કોરોના મહામારી ચાલી રહી છે તો તમામે ખુબજ કાળજી રાખવી અને આવનારા તહેવારો ની ઉજવણી કરવી તે સાથે તહેવારો ની શુભકામનાઓ બાબરા પોલિસ પરીવાર અને પી.આઈ. એસ.એન. ગોહિલ દ્રારા પાઠવવા માં આવી હતી.

Follow Me:

Related Posts