fbpx
અમરેલી

ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદામાં ફેરફાર.વિધાનસભા બેઠક માટે રૂ. ૩૦.૮૦ લાખ અને લોકસભા બેઠક માટે રૂ ૭૭ લાખના ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી

ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયના તા. ૧૯.૧૦.૨૦૨૦ના રાજપત્રથી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૭૭ અને ચૂંટણી સંચાલનના નિયમો ૧૯૬૧ના નિયમ ૯૦ અન્વયે ચૂંટણી લડતા ઉમેદવાર માટે નિર્ધારીત કરેલ ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. તા. ૧૯.૧૦.૨૦૨૦ના રાજપત્રની પ્રકાશનની તારીખથી સર્વે રાજ્યો માટે ખર્ચની મહત્તમ મર્યાદામાં વધારો કરેલ છે. જે પૈકી ગુજરાત રાજયની વિધાનસભા બેઠક માટે રૂ. ૩૦,૮૦,૦૦૦/- અને લોકસભા બેઠક માટે રૂ ૭૭,૦૦,૦૦૦/- ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. આ સૂચનાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવી હોવાથી રાજકીય પક્ષ, ચૂંટણી લડતા ઉમેદવાર, ખર્ચ નિરીક્ષક તેમજ સબંધિતોને નોંધ લેવા અપીલ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts