fbpx
અમરેલી

તા: ૨૭/૧૦ના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કિશોરીઓને એનિમિયા અંગેનું માર્ગદર્શન અપાશે

કિશોરીઓને વંદે ગુજરાત ચેનલ-૧ તથા WCD GUJARAT ફેસબુક પેજ જોડાવા અનુરોધ..મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા હેતુથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૦ મંગળવારના રોજ બપોરે ૨.૦૦ થી ૩.૦૦ કલાક દરમ્યાન સેટકોમ કાર્યક્રમના માધ્યમથી આઈ. સી. ડી. એસ. ની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો વિષે માર્ગદર્શન આપી “કિશોરીઓમાં એનિમિયા અને તેને નિવારવા માટેના ઉપાયો” વિષય પર ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવશે.આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ટેલિવિઝનમાં ‘વંદે ગુજરાત ચેનલ-૧’ પર, મોબાઇલમાં જિઓ એપ્લિકેશન મારફતે ‘વંદે ગુજરાત ચેનલ-૧’ પર તથા WCD GUJARAT ફેસબુક પેજ પર નિહાળી શકાશે. આ કાર્યક્રમ અમરેલી જિલ્લાની ૧૧ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ નિહાળે તેમજ પોષણ અંગેનું સાચું માર્ગદર્શન મેળવે તેવું જિલ્લા પ્રોગ્રામ ઑફિસરશ્રી આઈ. સી. ડી. એસ. શાખા અમરેલી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts