fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 16 કેસઃ કુલ 2622 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 16 પોઝિટિવ કેસ નોંધાયા સામે 24 દર્દીઓ ડિસ્ચાર્જ થયા.

આજે 16 પોઝિટિવ કેસ નોંધાયા 24 ડિસ્ચાર્જ
દિવસે દિવસે અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસની સ્થિતિ સતત સુધારા પર છે. આજે તા.26 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના 16 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2622 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 152 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 24 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2622 પર પહોંચી છે.

Follow Me:

Related Posts