fbpx
અમરેલી

શિયાળાનાં દિવસોમાં કોરોના પુનઃ માથુ ઉંચકશે : જિલ્‍લા વિકાસ અધિકારી પરમાર

અમરેલી જિલ્‍લામાં ઓકટોબર માસમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર રીતે ઘટાડો થવાના કારણે હાલમાં અનેક બેડ ખાલી થયા છે અને કેસોની સામે રીકવરીનું પ્રમાણ પણ વધી રહયું છે. આમ છતાં શિયાળામાં ઠંડી પડવાની સાથે કોરોનાના કેસોમાં વધારો થાય તેવી સંભાવના છે. અમરેલી જિલ્‍લામાં હાલમાં કોરોનાના કેસો ર600ને પાર કરી ગયા છે અને કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે એ માટે વહીવટી તંત્ર દ્વારા અમરેલીમાં બે તેમજ સાવરકુંડલા અને રાજુલામાં પણ કોવિડ-19 હોસ્‍પિટલની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અંગે અમરેલીના ડીડીઓ તેજસ પરમારે જણાવ્‍યું કે, હાલમાં ઓકટોબર મહિનામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર રીતે ઘટાડોથયો છે. હાલમાં અમરેલી જિલ્‍લામાં કોરોનાના માટે તમામ      મળીને કુલ પ00 બેડની વ્‍યવસ્‍થા છે. તેની સામે 160 એકટીવ કેસો છે. આ પૈકી ઘણા દર્દીઓ એવા પણ છે કે જેઓ હોમ આઈસોલેટ છે. એટલે હાલમાં મોટા ભાગના બેડ ખાલી છે. રોજના ર0 જેટલા દર્દીઓને ઓકિસજન આપવામાં આવે છે. જો કે આગામી દિવસોમાં શિયાળો આવતાની સાથે જ ઠંડીના કારણે કોરોનાનું પ્રમાણ વધે તેવી શકયતા છે. આ કારણે જિલ્‍લાની તમામ કોવિડ હોસ્‍પિટલ ચાલુ જ રાખવામાં આવશે અને અમરેલી શહેરમાં એક ખાનગી હોસ્‍પિટલમાં પણ ર0 બેડ સાથે કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. હાલમાં સરકાર દ્વારા અનલોક મુજબ છૂટછાટો આવ્‍યા બાદ અને કોરોનાના કેસોમાં ઘટાડો થવાના કારણે લોકો નિશ્ચિંત બની ગયા છે પણ શિયાળાના કારણે કેસો વધે તેમ હોવાથી અને છૂટછાટો વધી હોવાથી આ સમયમાં જ લોકોએ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

Follow Me:

Related Posts