fbpx
અમરેલી

બાબરા પોલિસ દ્રારા કોરોના વાયરસ વધુ ના ફેલાય અને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે પેમ્પલેટ નું વિતરણ

હાલ સમગ્ર દેશ અને રાજ્ય કોરોના મહામારી માંથી પચાર થઈ રહ્યો છે. કોરોના ના કેસો માં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કોરોના ની ઝપેટ માં મોટા રાજકીય આગેવાનો, ફિલ્મ અભિનેતાઓ સહિત આવી ગયેલા છે. જેમા ઘણા બધા લોકો ના મૃત્યું પણ થઈ શુક્યા છે. હાલ તેમા સારી વાત તો એ છે કે થોડા દિવસો થી કેસો માં નોંધ પાત્ર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે બાબરા પોલિસ સ્ટાફ દ્રારા એક સુંદર કામગીરી કરવામાં આવી હતી. જેમા શહેર ના જાહેર વિસ્તારોમાં પોલિસ સ્ટાફ દ્રારા કોરોના વાયરસ વધુ ના ફેલાય અને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે પેમ્પલેટ નું વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું તેમજ બેનર લગાવી તમામ લોકો ને સમજણ આપેલ હતી.
         આ કાર્ય મો મુખ્ય સંદેશ એ હતો કે, કોરોના  થી ગભરાશો નહી પણ સાવચેતી ની જરૂર છે. તેના માટે હાથ મિલાવવા નું ટાળો, નમસ્તે થી અભિવાદન કરો, સાબુ અને પાણી થી વારંવાર હાથ ઘોવો, છીંક કે ઉધરસ ખાતી વખતે નાક અને મોં રૂમાલ ઢાંકવું, જાહેર જગ્યાએ થૂંકવું નહી જાહેર જગ્યાએ થુંકવું એ દંડનીય અપરાધ છે, ભીડભાડ વાળી જગ્યાએ જવા નું ટાળો તેમજ તાવ, શરદી, માથુ દુખવું જેવા લક્ષણો જણાય આવે તો તાત્કાલિક હોસ્પિટલ નો સંપર્ક કરો, જેથી કરી કોરોના વધુ ફેલાય નહી. તથા માસ્ક પહેરવું ફરજીયાત છે તે માટે માસ્ક પહેરો, જ્યારે બહાર થી આવો ત્યારે હાથ સેનેટાઈઝ થી સાફ કરી પ્રવેશ કરવો, તેમજ સોશ્યલ ડીસ્ટન્સીંગ નું પાલન કરવું સહિત ની માહીતી આ પેમ્પલેટ માં હતી અને લોકો ને જાગૃત કરવા માટે આ પેમ્પલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે પોલિસ અને તંત્ર ને સાથ સહકાર આપો સાથે કોરોના થી સાવચેત રહો તેમજ આગામી દિવસો માં દિપાવલી, નવું વર્ષ સહિત ના તહેવારો આવી રહ્યા હોય અને કોરોના વાયરસ પણ હોય ત્યારે સાવચેતી પુર્વક તહેવારો ની ઉજવણી કરવી જરૂરી છે. સહિત ની માહીતી લોકો ને આપવામાં આવી હતી.
        આ તકે બાબરા પોલિસ પી.આઈ. શ્રી એસ.એન. ગોહિલ સાહેબ, પી.એસ.આઈ. , પોલિસ સ્ટાફ, તથા ટ્રાફિક બ્રિગ્રેડ ના જવાનો સહિત નો સ્ટાફ આ કાર્યક્રમ માં જોડાયા હતા. ત્યારે બાબરા ની જાહેર જનતાએ પોલિસ ની આ કામગીરી થી સંતોષ અનુભવ્યો હતો અને પોલિસ સ્ટાફ નો આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts