fbpx
અમરેલી

કોઈપણ નાના-મોટા ઉદ્યોગ-ધંધાના કર્મીઓને મતદાન માટે સવેતન રજા આપવા જિલ્લા ક્લેક્ટરની અપીલ

આગામી તારીખ ૦૩/૧૧/૨૦૨૦ મંગળવારના રોજ ૯૪-ધારી વિધાનસભા મતવિભાગની ખાલી પડેલ બેઠક માટે પેટા ચુંટણી-૨૦૨૦ યોજાનાર છે. આ દિવસે અમરેલી જિલ્લાના ૯૪-ધારી વિધાનસભા મતવિભાગમાં આવેલા, કારખાના ધારા-૧૯૪૮ હેઠળના(ઔદ્યોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર ક્ન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા કે સાઇટો પર કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે, તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ ૧૩૫ (બી)(૧) અન્વયે કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાનાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર ક્ન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટો પર કામ કરતા શ્રમયોગીઓ તેમજ મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઈપણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ કે અન્ય સંસ્થામાં નોકરી કરતા હોય તેવા વ્યક્તિઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવા આપવા જિલ્લા ક્લેક્ટરશ્રી આયુષ ઓકએ અપીલ કરી હતી.

આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી કે કર્મચારી પગાર મેળવવાનો હક્ક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચુકવવાનો રહેશે. જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં વ્યાપક નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ઓછમાં ઓછા ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર, માલીક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરુધ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Follow Me:

Related Posts