fbpx
અમરેલી

નાથાલાલ સુખડીયાએ શેત્રુંજી નદિનાં પટ્ટમાં ભ્રષ્‍ટાચારની કથા યોજી

અમરેલી જિલ્‍લાનાં અનેક રાજકીય આગેવાનો સામે ભ્રષ્‍ટાચારને લઈને લડત ચલાવનાર આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ ધારી બેઠકની ચૂંટણીને લઈને શેત્રુંજી નદિનાં પટાંગણમાં ભ્રષ્‍ટાચારની કથાનું આયોજન કરીને તેનો વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરીને ભ્રષ્‍ટાચારી નેતાઓનો જવાબ માંગવા જનતા જનાર્દનને અનુરોધ કર્યો હતો. તેઓએ અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા પાંચ વર્ષમાં જમીન વિકાસ નિગમ ઘ્‍વારા થયેલ કરોડો રૂપિયાનાં કથિત ભ્રષ્‍ટાચારની વિગતો આધાર-પુરાવા સાથે રજુ કરી હતી. જેમાં ધારી-બગસરા-ખાંભા વિસ્‍તારમાં માત્ર કાગળ પર ખેત તલાવડી બનાવવામાં આવી હોવાનું તેમજ વગર ટેન્‍ડરે આંગણવાડીનું બાંધકામ અને બાળકોનાં રમકડાની ખરીદી કરવામાં ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ કરીને જનતાને મત માંગવા આવતા નેતાઓને પ્રશ્‍નો પુછવા અનુરોધ કર્યો હતો.

Follow Me:

Related Posts