fbpx
અમરેલી

૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૦મતદારોને વધુને વધુ મતદાન કરવાની અપીલ કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓક

૯૪-ધારી વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ અંતર્ગત તા.૩-૧૧-૨૦૨૦ ના રોજ મતદાન યોજનાર છે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર વહિવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમથી લઈ ફોટો મતદાર કાપલી અને દિવ્યાંગ મતદારો માટે વાહનની વ્યવસ્થા સહિતની કામગીરી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા વધુને વધુ મતદારોને તેમના મતદાર તરીકેના અધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

ભારતના ચૂંટણી પંચના સુગમ નિર્વાચનના હેતુને સિદ્ધ કરવા માટે દિવ્યાંગ મતદારોને મતદાન કરવામાં પડતી મુશ્કેલીઓ સંદર્ભે આ પેટા ચૂંટણીમાં વ્હીલ ચેર, મતદાર સહાયક ઉપરાંત દિવ્યાંગ મતદારોને તેઓના રહેણાંકના સ્થળેથી તેમના મતદાન મથક ખાતે લાવવા તથા પરત લઈ જવા માટે વાહનની વ્યવસ્થા પણ ચૂંટણી તંત્ર  દ્વારા પૂરી પાડવામાં આવનાર છે. પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઈલ લીપીમાં તૈયાર કરવામાં આવેલા બેલેટ પેપર તથા ફોટો મતદાર કાપલીનું વિતરણ પણ કરવામાં આવેલ છે કે જેથી તેઓ પણ ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ સહભાગીતા નોંધાવી શકે અને વધુમાં વધુ મતદાન કરી શકે.

આગામી ૩ નવેમ્બરના રોજ યોજાનાર ૯૪-ધારી વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અન્વયે ભારતના ચૂંટણી પંચની સુચનાનુસાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તે માટે મતદાર જાગૃતિ અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. સાથે સાથે મતદાર ફોટો કાપલી, મતદાર ફોટો ઓળખપત્રના વિતરણ દ્વારા મતદારોને તેમની મતદાર યાદીની વિગતો, મતદાન મથક સ્થળની વિગતો, બુથ લેવલ ઓફિસરની વિગતોથી અવગત કરાવવામાં આવ્યા છે.

૯૪-ધારી વિધાનસભા મતવિભાગમાં નોંધાયેલા તમામ મતદારોને તા.૩/૧૧/૨૦૨૦ ના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને વધુમાં વધુ મતદાન કરવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ મતદાર જાગૃતિની તમામ કામગીરીનો ખરો ઉદ્દેશ ત્યારે જ સિદ્ધ થશે જ્યારે મતદારો તેમના મતદાર તરીકેના અધિકારનો ઉપયોગ કરશે..

Follow Me:

Related Posts