fbpx
અમરેલી

ગુજરાતના ખેડૂતો માટે જળક્રાંતિના પ્રણેતા અને પટેલ સમાજના મોભી કેશુભાઈ પટેલની ખોટ કોઈ પુરી નઈ શકે : પિયુષ ઠુંમર

ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી અને રાજ્યના ખેડૂતો માટે જળક્રાંતિના પ્રણેતા એવા પટેલ સમાજના મોભી શ્રી કેશુભાઈ પટેલની ખોટ કોઈ પુરી નઈ શકે આવા ભાવુક શબ્દો સાથે શ્રદ્ધાંજલિ આપતા ધારી-૯૪ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર પિયુષ ઠુંમરે આજે પોતાનો ચૂંટણી પ્રચાર બાપાના સમાચાર મળતા જ અટકાવી અને તેમને સાચા હ્રદયથી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

ગુજરાત રાજ્યના પૂર્વમુખ્યમંત્રી અને પટેલ સમાજના મોભી શ્રી કેશુભાઈ પટેલના દુઃખદ સમાચારો પ્રાપ્ત થયા તે વેળા એ ધારી વિધાનસભા ૯૪ બેઠકની પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર પિયુષ ઠુંમર પ્રચાર પ્રસારની કામગીરીમાં સતત વ્યસ્ત હોય અને વિશાળ સુચી વિભિન્ન કાર્યક્રમોની હાથ પર હોય તેમજ ચૂંટણી આડે ગણતરીની કલાકો જ બાકી હોવા છતાં પિયુષ ઠુંમરે પોતાના તમામ પ્રચારકાર્યો આટોપી લીધા હતા અને ક્ષણવારમાં જ બધા આજના નિર્ણિત કાર્યક્રમો રદ કરી નાંખ્યા હતા આ તકે અપક્ષ ઉમેદવાર પિયુષકુમાર ઠુંમરે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે જળક્રાંતિના પ્રણેતા અને પટેલ સમાજના મોભી કેશુભાઈ પટેલની ખોટ કોઈ પુરી નઈ શકે આવા શબ્દો સાથે હૃદયથી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને રીતસર ભાવુક થઈ ગયા હતા

Follow Me:

Related Posts