fbpx
અમરેલી

લોકડાઉનમાં ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ફેરિયાઓને આર્થિક મદદ કરો બાબરાના ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરાઈ

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી જણાવ્યું હતું કે રાજ્ય અને દેશમાં કોરોના મહામારીમાં ના કારણે લાદવામાં આવેલું ત્રણ મહિનાનું કડક લોકડાઉન અને ત્યારબાદ અનલોકમાંમાં આજદિન સુધી સૌથી વધુ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો તે છે ફેરિયાઓ જીવન જરૂરી ચીજ વસ્તુઓની શેરી મહોલ્લામાં કે રોડપર બેસી ફેરી કરી પોતાના પરિવારનું નિર્વાહ કરતા ફેરિયાઓ આજે ખુબજ આર્થિક તંગીમાં મુકાયા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને કોઈ આર્થિક મદદ કરવામાં આવેલ છે કે નહીં તેની માહિતી જાણવાની સાથે લાઠી બાબરા સહિત સમગ્ર અમરેલી જિલ્લાના ફેરિયાઓ ને પૂરતી જરૂરી આર્થિક મદદ કરવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજુઆત કરેલ છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે
૧ જૂન ૨૦૨૦ના રોજ દેશના વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ ( સૂક્ષ્મ ધિરાણ ) યોજના અમલમાં મુકવામાં આવી હતી આ  યોજના હેઠળ બાબરા લાઠી સહિત જિલ્લાના કેટલા ફેરિયાઓ અરજીઓ આવી કેટલી મંજુર કરવામાં આવી અને કેટલા ફેરિયાઓને રકમની ચૂકવણી કરવામાં આવી સમગ્ર બાબતની પૂરતી માહિતી ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેક્ટર પાસે માંગવામાં આવેલ છે
તેમને જિલ્લાના ફેરિયાઓની ચિંતા કરી તેમને પૂરતી આર્થિક મદદ મળી રહે તે જોવાનું પણ જિલ્લા વહીવટી તંત્ર ને અનુરોધ કર્યો છે

Follow Me:

Related Posts