fbpx
અમરેલી

ઈતિહાસનું અજોડ-અમર રાજસ્‍વી તથા સામાજિક વ્‍યકિતત્‍વ એટલે લોખંડી પુરૂષ સરદાર

હજારો વર્ષની માટીના કણ-કણ ભેગા થાય ત્‍યારે તે ધરતી પર સરદાર વલ્‍લભભાઈ પટેલ જેવું વ્‍યકિતત્‍વ અવતાર ધારણ કરે જેનું નામ સાંભળતાની સાથે જ એક પ્રકારનો અનોખો ગર્વ અનુભવાય તેવું ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત થયેલું નામ એટલે સરદાર વલ્‍લભભાઈ પટેલ કે જેણે આપેલા યોગદાનને આઝાદીના આટલા વર્ષો પછી પણ ભૂલી શકીએ તેમ નથી. સરદાર વલ્‍લભભાઈ પટેલની 14પમી જન્‍મ જયંતી ઉજવાઈ રહી છે ત્‍યારે આજના નેશનલ યુનિટી ડે પ્રસંગે લોખંડી પુરૂષ સરદાર વલ્‍લભભાઈ પટેલના રાષ્‍ટ્રીય ફલક પર તેમણે આપેલા યોગદાનનું સંસ્‍મરણ કરવું એ જ યોગ્‍ય લેખાશે. ગુજરાતના નડિયાદના કરમસદમાં એકનાના એવા ગામમાં જન્‍મ 31મી ઓકટોબર, 187પમાં માનવ અવતાર ધારણ કરીને સાધારણ વ્‍યકિત બનીને અસાધારણ કાર્યો કરીને દેશ અને દુનિયાના ઈતિહાસમાં અમરત્‍વ પામી ચૂકેલ બહુમુખી પ્રતિભાસંપન્‍ન વ્‍યકિતત્‍વ એટલે સરદાર વલ્‍લભભાઈ પટેલ. દેશદાઝ અને રાષ્‍ટ્રભકિત જેની રગે-રગમાં તથા નસે-નસમાં દોડતી હોય તેમ ખૂબ જ મુત્‍સદીગીરીનો ગંભીરતાથી ઉપયોગ કરીને સરદારે પ6પ રજવાડા એક કરીને આજના ભારતનો અખંડીત નકશો અંકિત કરીને ખરા અર્થમાં તેમને મળેલ ભભલોખંડી પુરૂષભભનું બિરૂદ તથા ખિતાબ શોભાવ્‍યું અને નિભાવ્‍યું. ખેડૂતો પ્રત્‍યે અનોખી લાગણી અને સંવેદના ધરાવતા સરદાર પટેલે 19ર8માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેકસ નાખ્‍યો ત્‍યારે તેઓએ ખેડૂતોને સત્‍યાગ્રહ માટે તૈયાર કર્યા અને તે ટેકસ ભરવાની મનાઈ કરી દીધી અને ખેડૂતો સાથે મળીને બારડોલી સત્‍યાગ્રહ કર્યો હતો અને પરિણામે સરકારે વલ્‍લભભાઈ પટેલ અને ખેડૂતોને જેલમાં પણ પૂયાૃ હતા. ત્‍યારબાદ 1930માં ગાંધીજીના સત્‍યાગ્રહ અને 194રમાં ભભભારત છોડોભભ આંદોલન વખતે પણ બ્રિટિશ સરકારની વિરૂઘ્‍ધમાં ગાંધીજીની સાથે હતા. જેમણે દેશની સ્‍વતંત્રતાની લડતમાં મહત્‍વનો   ફાળો આપીને અખંડ, સ્‍વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્‍વ કર્યું, ભારત અને દુનિયાભરના દેશોમાં ભભસરદારનાભભ નામથી ઓળખાયા જેવ્‍યકિત માત્ર પોતાના લોખંડી મિજાજ અને મનોબળથી લોખંડી પુરૂષ કહેવાયા. ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે સરદાર વલ્‍લભભાઈ પટેલે પંજાબ અને દિલ્‍હીના નિરાશ્રિતો માટે પણ સહાયનું આયોજન કરેલ તથા દેશભરમાં શાંતિની પુનઃસ્‍થાપના માટે પ્રયત્‍નો તથા નેતૃત્‍વ કરેલ. ભારતના લોખંડી પુરૂષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઈન્‍ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા)ના રચયિતા હોવાથી ભભપેટ્રન સેન્‍ટભભ તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર વલ્‍લભભાઈ પટેલના જીવન અને કવનને શબ્‍દોના માઘ્‍યમથી ચરિતાર્થ કરવો અશકય નહીં તો મુશ્‍કેલ જરૂર છે ત્‍યારે આજની તેમની 14પમી જન્‍મ જયંતી પ્રસંગે એટલું ચોકકસ કહી શકાય કે કદાચ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્‍વના ઈતિહાસમાં કોઈ એવું રાજસ્‍વી રત્‍ન નથી કે જે દેશના નાયબ વડાપ્રધાન રહી ચૂકયા હોય અને તેઓ અવસાન પામે ત્‍યારે તેનું બેંક બેલેન્‍સ માત્ર રૂા. ર63 હોય અને મૃત્‍યુ પછી જેની રૂા. રર00 કરોડની વિશ્‍વની સૌથી ઉંચી પ્રતિમા બને… વિશ્‍વના ઈતિહાસમાં એકમાત્ર વ્‍યકિતત્‍વ એટલે સરદાર વલ્‍લભભાઈ પટેલ. આજના સરદાર પટેલ સાહેબની 14પમી જન્‍મ જયંતી પ્રસંગે સરદાર વલ્‍લભભાઈ પટેલના જીવન અને કવનમાંથી ભભકાળજુ સિંહનું રાખો, સાચુ કેવાની હિંમત રાખો, ઘરની વાત ઘરમાં રાખો… અન્‍યાય સામેલડત આપો અને જરૂર પડે તો સ્‍વમાન ખાતર મરવાની પણ તૈયારી રાખો.ભભ એ સંકલ્‍પ સૌ સાર્થક કરીએ એ જ સાચી ઉજવણી લેખાશે… જય સરદાર, સરદારને કોટી કોટી વંદન.

Follow Me:

Related Posts