fbpx
અમરેલી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ધારી ખાતે ભાજપાના ઉમેદવાર જે.વી.કાકડીયાના સમર્થનમાં જાહેરસભાને સંબોધન કર્યું

વિધાનસભાની આગામી પેટા ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજરોજ ધારી ખાતે ભાજપાના ઉમેદવાર જે.વી.કાકડીયાના સમર્થનમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું . આ કાર્યક્રમમાં રાજય સરકારના કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા , પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી , રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા , સાંસદઓ નારણભાઈ કાછડીયા , રાજેશભાઈ ચુડાસમા , ધારી વિધાનસભા બેઠકના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી , પૂર્વ સાંસદ અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી , સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી , પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી , અમરેલી જિલ્લા ભાજપા પ્રમુખ હિરેનભાઈ હિરપરા સહિત સંગઠનના પદાધિકારીઓ , ધારાસભ્યઓ પૂર્વ ધારાસભ્યઓ , જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ , ભરતભાઈ ગાજીપરા સહિત ભાજપા અગ્રણીશ્રીઓ , કાર્યકર્તાઓ , સમર્થકો , શુભેચ્છકો તેમજ વ્યાપાર જગતના અને વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સંબોધનના મુખ્ય બિંદુઓ જનતાની ચિંતા કરવાના સ્થાને ફક્ત એક પરિવારની ચાપલુસી કરવાના કારણે કોંગ્રેસ ખતમ થઈ રહી છે . રાહુલ ગાંધીએ આજે ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી પરંતુ સરદાર જયંતિ નિમિત્તે શ્રી સરદાર પટેલને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ સુધ્ધાં નથી આપી.આ કોંગ્રેસ ગુજરાત વિરોધી કોંગ્રેસ છે , આ કોંગ્રેસ સરદાર વિરોધી કોંગ્રેસ છે . – કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સરદાર સાહેબના સ્ટેચ્યુંને લોખંડનો ભંગાર ‘ કહ્યો હતો . આ કોંગ્રેસીઓ સરદાર સાહેબ માટે ગમે તેવા નિમ્રસ્તરના ઉચ્ચારણ કરતા શરમ પણ નથી આવતી.આ કોંગ્રેસને પાઠ ભણાવવાની આવશ્યકતા છે અને આ ચૂંટણીમાં જનતા જરૂરથી ભણાવશે પણ ખરી . • કોંગ્રેસની ગળથુથીમાં કૌભાંડોની હારમાળા છે , કોંગ્રેસ ભ્રષ્ટાચાર , ગરીબી અને બેરોજગારીનો પર્યાય બની ચુકી છે . કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એક સિક્કાની બે બાજુ છે , કોંગ્રેસમાં ચોર ચોર મોસેરા ભાઈ જેવી સ્થિતિ છે . • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હું ખાતો નથી , ખાવા દેતો નથીના મંત્ર સાથે આજે દેશમાં વિવિધ ક્ષેત્રે પારદર્શી વ્યવસ્થાને અમલી બનાવી રહ્યા છે , કોંગ્રેસના સમયમાં વચેટિયાઓ દ્વારા ખવાઈ જતા દેશના ગરીબો , ખેડૂતો સહિતના લાભાર્થીના હકનો પૈસો આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની ભાજપા સરકારમાં સીધો તેના બેંક ખાતામાં પ્રાપ્ત થઈ રહ્યો છે . • રાજ્યની ભાજપા સરકાર આયોજનબદ્ધ જળ વ્યવસ્થાપનથી ગુજરાતને પાણીદાર , વોટર સરપ્લસ બનાવવા માટે કટિબદ્ધ છે .18,000 કરોડ રૂપિયાના ખર્ચે સૌરાષ્ટ્રના ગામે ગામ બધા ડેમોમાં પાણી પહોંચાડીને આપણે સિંચાઈ અને પીવાના પાણીના દુકાળને ભૂતકાળ બનાવી દઈશું . • મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકારને જનતાની કોઈ પડી નથી એટલે ૪૫ હજારથી વધુ નાગરિકોને મોતને ભેટવાનો વારો આવ્યો છે . પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કંડારેલી વિકાસની કેડીને આગળ લઈ જઈ ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણ માટે ગુજરાતની ભાજપા સરકાર કટિબદ્ધ છે .
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સંબોધનના મુખ્ય અંશો જનતાની અપેક્ષા કરતા વધુ કામ કરવું , જનતાને આપેલા વચન પાળવા એ ભાજપાની પરંપરા છે , પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પરંપરા નિભાવી છે.તેમણે ગુજરાતને વિકાસનું મોડેલ સ્ટેટ બનાવ્યું અને દેશે તેમના નેતૃત્વ ઉપર વિશ્વાસ મૂકીને સતત બે વખત પ્રચંડ બહુમતીથી દેશનું સુકાન સોંપ્યું છે . પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે લોકાર્પિત કરેલ વિવિધ ટુરીસ્ટ આકર્ષણોથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં વેલ્યુ એડીશન કર્યું છે , દેશ વિદેશના સહેલાણીઓ માટે સ્ટેગ્યુ ઓફ યુનિટી ટુરિઝમ હોટસ્પોટ બનવા જઈ રહ્યું છે . – કોંગ્રેસે દેશના ગરીબો , પીડિતો , ખેડૂતોનું અનેક વર્ષો શોષણ કર્યું છે , જવાહરલાલ નહેરુના સમયથી કોંગ્રેસે ગરીબી હટાવોનો નારો આપ્યો , ગરીબોની ગરીબી તોન હટી પણ કોંગ્રેસીઓ વર્ષો સુધી દેશ ઉપર રાજ કરી કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરીને માલામાલ થઈ ગયા . ૦ આજે સરદાર સાહેબના જન્મ દિવસે પણ તેમને યાદ કરવાની તાકાત આ કોંગ્રેસીઓ નથી કરી શકતા કેમ કે તેઓ ડરે છે કે ક્યાંક દિલ્હીના આકાઓને ખોટું લાગશે તો રાજકીય કારકિર્દી પૂર્ણ થઈ જશે . આજ દિન સુધી દિલ્હીના આકાઓના ડરથી કોઈ મોટા કોંગ્રેસી નેતા હજુ સુધી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોવા નથી ગયા , એના દર્શને નથી ગયા . આટલો ડર , આટલી ગુલામી , આ ડર એટલા માટે છે કે એ પોતે સ્વયં પ્રકાશિત નથી . • આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાકિસ્તાન અને ચીન સહિત વિશ્વભરના દેશોને ભારતના સામર્થ્ય અને ક્ષમતાનો પરિચય થયો છે . એર સ્ટ્રાઈક અને સર્જીકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓને જડબાતોડ અપાયો છે . ૦ લોકો ધમકી આપતા કે , કલમ ૩૭૦ ને હાથ તો અડાડી જુઓ દેશમાં લોહીની નદીઓ વહેશે ત્યારે એક પણ લોહીનું ટીપું વહ્યા સિવાય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 / 35A ને હટાવીને દેશવિરોધીઓ , પાકિસ્તાન પ્રેમીઓ અને આતંકવાદીઓને મોટો ઝટકો આપ્યો છે .

Follow Me:

Related Posts