fbpx
અમરેલી

નાણું એક નંબર નું હોય કે બે નંબરનું પરસેવો ગરીબ અને મધ્યમ વર્ગ પાડે છે…વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય

આઝાદી મેળવવા મથામણ કરનારા નેતા ક્યાં..ને..પ્રજા પુરુષાર્થ ના ભોગે તાગડધિન્ના કરનારા ક્યાં.. દેશનો રાજનેતા પ્રજાભિમુખ અથવા પ્રજાનો સેવક ક્યારે બનશે..? લોકશાહી મૂલ્યો નું ગળું ઘોંટાઇ રહ્યું છે,નેબંધરણ નો દુરુપયોગ ખુદ શાસકો કરી રહ્યા છે… આપણો દેશ ફરી ગુલામી તરફ અને બેકારી,બેરોજગારી તરફ આગે કૂચ કરી રહ્યો છે… ઠુંમર

દેશમાં આજે ગ્રાહક અને વેપારી ના પવિત્ર સંબંધો પણ જોવા નથી મળતા..વિશ્વાસ તૂટી રહ્યો છે,ને વહેવાર વિવાદિત બનતા જાય છે. કચેરીઓ મા પણ પ્રજા અને તંત્ર વચ્ચે પૈસો પરમેશ્વર બન્યો છે.નેતા અને મતદાર,કાર્યકર્તા ના વ્યવહારો પ્રલોભન થી ભરપુર બન્યા છે..
      સત્તા પાસે નાણું એક નંબર નું હોય કે બે નંબર નું પ્રજાના પરસેવા ની કમાણી ના નાણાં સરકારી તિજોરીમાં જાય તે એક નંબર અને તિજોરીમાં જવાના બદલે વ્યવસ્થા મા જાય તે બે નંબર.. ક્યાંય નાણું સાચું કે ખોટું છાપવામાં નથી આવતું… ઠુંમર
        સરકારી તિજોરીમાં જતા પહેલા બારોબાર ગોઠવણ થાય તે બન્યું બે નંબર..પણ સરકારી વ્યવસ્થામાં ધીરે ધીરે બે નંબર ની વ્યવસ્થા મોટી થતી જાય છે.અધૂરામાં પૂરું તિજોરી માથી નાણું વિકાસ ના માર્ગે વાપરવા જાય ત્યારે પણ ને નંબર મા ફેરવાય છે..બિલ સ્વરૂપે ચેક થી ચુકવણી થાય,છતાં કમિશન નું કાળું નાણું પણ મોટું થતું જાય છે..
        દેશને ૨૦૦ વર્ષ ની ગુલામી માથી આઝાદ કરાવવા જેણે પ્રયાસ પણ કર્યો તે આ દેશના સાચા રત્નો છે..પરંતુ આજની નેતા ગીરી કે લોક સેવકો ની સરખામણી આઝાદી ના લડવૈયા સાથે ક્યારેય ન થાય..પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા આજે કોઈ નથી…*
      નાના મોટા રજવાડા થી દેશ આઝાદ થયા પછી એક કરવો પણ ખૂબ કઠિન સમસ્યા હતી… ખેડે તેની જમીન નો કાયદો ઘડવો ને રાજ ની જમીન રૈયત ને સોંપવાનું કામ પણ એવુજ કઠિન હતું… મેળવનાર કરતા છોડ નાર, ગુમાવનાર નું યોગદાન કાઈ નાનીસુનું નથી..
        અગાઉ રાજનેતાઓ સાચા લોક સેવક હતા..ગામડાનો સરપંચ થાય એટલે દસ વિશ વીઘા વેચવાનો વારો આવતો..કારણ વિકાસમાં ભ્રષ્ટાચાર નોતો..આજે સાયકલનો પણ વેંત ન હોય નેતા બને,ચૂંટણી જીત્યા બાદ પ્રજાને ભૂલી નિજ સ્વાર્થ કામે લાગે છે…જે કાંઈ ભેળું કરે,બધુજ બે નંબરનું.. આ બે નંબર નું ભેળું કરવા વાળા કાળું નાણું તિજોરીમાં લાવવાની વાતો કરે,ત્યારે હસવું આવે….
        વારે વારે ને છાશ વારે લોક શાહી નું ગળું ઘોંટાય..પ્રમાણિકતા કે દેશ દાઝ નાણું ભાળી નમાલું થાય..પોતાના ખિસ્સા ભરવા રાષ્ટ્રીય સંપત્તિ લૂંટાય,ત્યારે રાષ્ટ્ર ભક્તિ કેમ ગાયબ થઈ જાય છે…છતાં પણ મંચ ઉપર બોલવા ઊભો થાય ત્યારે રાષ્ટ્રવાદ કે રાષ્ટ્ર ભક્તિ પર ભાષણ કરે…
        આપણા દેશ નો વિકાસ, દેશની તિજોરી,દેશની આબરૂ લૂંટનારા જ શાસકો અને વહીવટી માળખું દેશની પ્રજાની સુખાકારી ના સ્વપ્નાઓ બતાવે છે.પરંતુ “વિકાસ સને ગુણવત્તા ને વેર થયું છે…..” ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટ નેતૃત્વ એક બીજાની વ્યવસ્થાઓ ના મદદગાર બન્યા હોય તેવી લોકો ફીલ કરી રહ્યા છે…દેશની જનતા નાં સ્વપ્નાઓ ચકનાચૂર થઈ રહ્યા છે….*
      લોકશાહી ને ગળે ટૂંપો દેવાનું કામ ખુદ શાસકો કરી રહ્યા હોય,એટલો સત્તાનો અતિરેક થઈ રહ્યો છે. દેશનું બંધારણ કે કાયદાઓ માત્ર પ્રજા માટે જ બન્યા હોય,અને શાસકો કે ભ્રષ્ટ તંત્ર માટે કાયદો કે બંધારણ ના રોજ બરોજ ચિંથરેહાલ થતાં જોવા મળે છે…
      *દેશની એક પણ સ્વાયત સંસ્થા ની સ્વતંત્રતા નથી.. લોકશાહી એ જાણ્યે સત્તા ની લાજ કાઢી હોય તે રીતે કહ્યાગરા અધિકારીઓ, જ્યુડીશ્યરી, ઇલેક્શન કમિશન, પ્રેસ મીડિયા, સી.બી.આઇ.નો છાશવારે દુરુપયોગ,એક તરફી વલણ અને નિર્ણયો લોકોના વિશ્વાસ ને ડગાવી જાય છે…
      ભલે નાણું એક નંબર નું હોય કે બે નંબર નું..આખરે પરસેવો તો ગરીબ અને મધ્યમ વર્ગ પાડે છે..દેશનો ખેડૂત ભલે જગતના તાત નું બિરૂદ ધરાવતો હોય,કંગાળ,બેકાર,દેવાદાર અને બિચારો – બાપડો છે. સત્ય કોઈ સાંભળવા તૈયાર નથી કે સમજવા પણ તૈયાર નથી…
    *નેતાઓની, ઉધોગપતિઓની, આલા અધિકારીઓની,કે કર્મચારીઓ ની ઈચ્છાઓ પૂરી થાય છે..બાકીના બધા ની હાલત “દીલકે અરમાં આંસુઓ મે બહે ગયે” જેવી છે..દેશના ગુંડા, બદમાશ,ભૂ માફિયા, વ્યાજખોર, શોષણ ખોર,ચોર,બદમાશ કે લફંગા ઓ ને અધિકારીઓ કે પદાધિકારીઓ ને આશ્રય મળી રહ્યો છે…
        આપણો દેશ દેવાદાર, ગરીબ,બેરોજગાર ને બેકાર બની રહ્યો છે.રાજનેતાઓ પ્રજાના સેવક ક્યારે બનશે..? આમજ ચાલશે તો ચૂંટાયેલ નેતૃત્વ પણ ભ્રષ્ટ વ્યવસ્થા નું સાથી બની જશે.પ્રજાનો વિશ્વાસ ઘટતાં ઘટતા..વિશ્વાસઘાત બની જશે…
      “ભારત માતાકી જય” “આઝાદી અમર રહો” “જય જવાન જય કિસાન” “જય હિન્દ” “મેરા ભારત મહાન”જેવા સ્લોગનો ભૂલી લોકો નેતાઓ નો જ્ય જય કાર,અને ભ્રષ્ટ નેતા કે તંત્ર ને આદર સત્કાર આપવા લાગ્યા છે..
    ક્યાં ગઈ એ આઝાદી સમય ની ગુંજ,ક્યાં ગઈ દેશ દાજ,ક્યાં ગઈ રાષ્ટ્ર ભાવના,ક્યાં ગયો ભાતૃભાવ. “પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નો દાસ” ટૂંકા રસ્તે વધુ નામ અને પૈસો કમાવા નું સાધન સત્તા બની ગઈ છે…લોકશાહી ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે.. અબળાઓ, બાલિકાઓ,બહેન બેટીઓ ધોળે દાડે પીંખાઇ રહી છે.ન્યાય માટે આંદોલન કે કોર્ટ નો સહારો લેવો પડે…આટલી હદે નરાધમો ની ખિદમત દેશનું ભાગ્ય ફૂટ્યું છે…
      ક્યાં ગયા સ્લોગનો “બેટી બચાવો,બેટી પઢાઓ” “દીકરી ઘરના આંગણે તુલસી નો ક્યારો” સવાલ ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ નેતૃત્વ સામે ઉઠી રહ્યા છે..નીચેનું તંત્ર કે નેતૃત્વ તો ગુલામ છે..જાહેર જીવન ના મૂલ્યો નું અધ: પતન થઈ રહ્યું છે..જનતા જનાર્દન નો વિશ્વાસ ડગી ગયો છે.. ભાજપ અને કોંગ્રેસ ના નામે જાણ્યે “છાપ અને કાટ” રમવા ટેવાઈ ગયો છે….. વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય લાઠી બાબરા

Follow Me:

Related Posts