fbpx
અમરેલી

૯૪- ધારી વિધાનસભા પેટા ચૂંટણી ચૂંટણી પંચે માન્‍ય કરેલા ૧૧ જેટલા વૈકલ્‍પિક દસ્‍તાવેજો રજૂ કરી મતદાન કરી શકશે

૯૪-ધારી વિધાનસભા મત વિસ્તારમાં તા. ૩/૧૧/૨૦૨૦ ના રોજ મતદાન યોજાનાર છે. જેમાં મતદાન માટે આવતા મતદારોએ મતદાન મથકોએ પોતાની ઓળખ પ્રસ્‍થાપિત કરવા માટે ચૂંટણી કાયદા હેઠળ ચૂંટણી પંચે મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ કરવા નિર્દેશ કરેલ છે.

જે અન્વયે જો કોઇ મતદાર તેને આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) રજુ ન કરી શકે તો વૈકલ્‍પિક દસ્‍તાવેજી પુરાવાઓ ભારતના ચૂંટણી પંચે માન્‍ય કરેલ છે. ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલ આ વૈકલ્‍પિક દસ્‍તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ કાઢી આપવામાં આવેલ જોબકાર્ડ, બેંક અને પોસ્‍ટ ઓફિસ તરફથી કાઢી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે કાઢી આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્‍સ, પાનકાર્ડ, નેશનલ પોપ્‍યુલેશન રજીસ્‍ટર (NPR) સ્‍કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્‍માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટા સાથેના પેન્‍શન દસ્તાવેજ, કેન્‍દ્ર/ રાજય સરકાર/ જાહેર સાહસો અથવા પબ્‍લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવતાં ફોટા સાથેનાં ઓળખકાર્ડ અને સંસદસભ્યો/ ધારાસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત ઓળખપત્રો વગેરેનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

આમ, ધારી વિધાનસભા મતદાર વિભાગમાં તા. ૩/૧૧/૨૦૨૦ ના રોજ યોજાનાર મતદાન સમયે મતદાન મથકે મતદાર પોતાની ઓળખ પ્રસ્‍થાપિત કરવા માટે મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) રજુ ના કરી શકે તો ઉપરોકત દસ્‍તાવેજી પુરાવાઓની આ વધારાની સવલત ચૂંટણી પંચે આપેલ છે. જે રજુ કરી મતદાર મતદાન કરી શકશે. તેમજ મતદાર ફોટો સ્લીપ ઓળખ પુરાવા તરીકે માન્ય નથી પરંતુ મતદાન મથકનું સ્થળ તેમજ મતદારનો ક્રમ નંબર મતદાર યાદીમાંથી સરળતાથી મળી રહે તે માટે જ સાથે રાખવાની રહે છે.

ચૂંટણી પંચે માન્‍ય કરેલા વૈકલ્‍પિક દસ્‍તાવેજી પુરાવા:

૧. આધાર કાર્ડ

૨. મનરેગા જોબકાર્ડ

૩. બેંક અને પોસ્ટ ઓફિસની ફોટાવાળી પાસબુક

૪. શ્રમ મંત્રાલયની યોજના અન્વયે કાઢી આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટકાર્ડ

૫. ડ્રાઇવીંગ લાયસન્સ

૬. પાનકાર્ડ

૭. NPR હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ

૮. ભારતીય પાસપોર્ટ

૯. ફોટા સાથેના પેન્શન દસ્તાવેજ

૧૦.કેન્દ્ર/ રાજ્ય સરકાર/ જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા સર્વિસ ઓળખકાર્ડ

૧૧. સંસદસભ્યો/ ધારાસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત ઓળખપત્રો

Follow Me:

Related Posts