fbpx
અમરેલી

દામનગર નગરપાલિકા કચેરી ની વેપારી સાથે રમત મુખ્ય બજાર માં વારંવાર મુતરડી નિર્માણ કરી બે દિવસ માં જાતેજ હટાવી લેતું તંત્ર મુખ્ય બજાર નીવર્ષો જૂની મુતરડી પાલિકા એ કોને વ્હાલા થવા હટાવી? “કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના”

દામનગર  નગરપાલિકા દ્વારા મુખ્ય બજાર માટે બે વખત મુતરડી નિર્માણ કરી જાતે જ કેમ દૂર કરાય રહી છે ?જૂની શાકમાર્કેટ થી સરદાર ચોક સુધી માં એક પણ જાહેર મુતરડી નહિ હોવા થી પાલિકા તંત્ર એ જુના કચેરી કમ્પાઉન્ડ માં તાજેતર માં બે વખત મુતરડી નિર્માણ કરી એકાએક પાલિકા તંત્ર દ્વારા જ બે દિવસ ના ટૂંકા ગાળા માં નવી બંધાયેલ જાહેર મુતરડી દૂર કેમ કરાય ? પાલિકા તંત્ર એજ શાળા નં૩ ની પાસે જાહેર મુતરડી કેમ બંધ કરી ? શહેર ના મુખ્ય બજાર ના વેપારી ઓ અને ગ્રાહકો ના હિત માં એટલા મોટા બજાર માં એક પણ જાહેર મુતરડી ન હોવા થી વેપારી વર્ગ માં ભારે કચવાટ છે ત્યારે પાલિકા તંત્ર રીતસર વેપારી ઓ સાથે રમતે ચડી હોય તેમ જુના કચેરી કમ્પાઉન્ડ માં બે વખત મુતરડી નિર્માણ કરી શરૂ થાય તે પહેલાં જ દુરસ્ત કરી રહી છે આવુ વારંવાર કરવા નું કારણ શું? વેપારી ઓ ની અનેક વખત લેખિત માંગ છતાં જાહેર મુતરડી ની જગ્યા વેપારી ઓ બતાવે તેવો હઠાગ્રહ શા માટે ? મુખ્ય બજાર માં વર્ષો જૂની એકમાત્ર મુતરડી પાલિકા તંત્ર એ કોને વ્હાલા થવા બંધ કરી ? શહેર ની મુખ્ય બજાર માં સુવિધા આપવા ના બદલે ઝૂંટવી લેતું પાલિકા તંત્ર જુના કચેરી કપ્પાઉન્ડ માં એક માસ માં બે વખત જાહેર મુતરડી નિર્માણ તો કરી પણ શરૂ થાય તે પહેલાં જાતે દૂર કરતું તંત્ર વારંવાર કોને વ્હાલું થાય છે ? પાલિકા તંત્ર ની અણઆવડત કે વ્હાલા થવા ની વૃત્તિ જે હોય તે પણ દામનગર શહેર ની મુખ્ય બજાર માં વર્ષો જૂની મુતરડી પાલિકા તંત્ર એ વ્યક્તિગત ખુશામતી કરવા હટાવી છે દામનગર જૂની શાકમાર્કેટ થી સરદાર ચોક સુધી એક પણ જાહેર મુતરડી ન હોવા થી મજબુર વેપારી ઓ અને ગ્રાહકો જ્યાં ત્યાં ધર્મસ્થાનો નજીક જાહેર મુતરડી તરીકે ઉપીયોગ કરી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર નો હઠાગ્રહ વેપારી ઓ સ્થળ બતાવે કહેતા થી દિવાનો સુનતા ભી દીવાના જેવો પાલિકા તંત્ર નો ઘાટ શહેરીજનો ને સુવિધા આપશે ?

Follow Me:

Related Posts