fbpx
અમરેલી

૯૪- ધારી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦ ૯૫ વર્ષીય દિવાળીબા અને ૯૭ વર્ષીય લાલજીભાઈએ મતદાન કરી યુવાપેઢીને પ્રેરણા આપી

૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૦ અન્વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્સાજહભેર મતદાન કરી રહ્યા છે. ત્યારે ચલાલા ખાતે ૯૫ વર્ષીય દિવાળીબેન કેશુભાઈ ભંડેરીએ અને ૯૭ વર્ષીય લાલજીભાઈ ભગવાનભાઇ કાકડિયાએ મતદાન કરી યુવાપેઢીને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ધારી વિધાનસભા મતવિસ્તારમાં ૧,૧૩,૩૫૧ પુરુષ મતદારો અને ૧,૦૪,૨૩૮ સ્ત્રી મતદારો એમ કુલ મળી ૨,૧૭,૫૯૫ મતદારોની સંખ્યા નોંધાયેલી છે.

Follow Me:

Related Posts