fbpx
અમરેલી

મતદાન મથકો ઉપર કોવીડ-૧૯ની ગાઈડલાઇન્સનો ચુસ્તપણે અમલ મતદારો દ્વારા હેન્ડ સેનિટાઇઝ અને ટેમ્પરેચર માપ્યા બાદ હેન્ડ ગ્લોવ્ઝ પહેરી મતદાન કરાયું

૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૦ અન્વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્સાજહભેર મતદાન કરી રહ્યા છે. સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કોવીડ-૧૯ ની તમામ ગાઇડલાઇન્સનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો. મતદાન મથકે આવતા તમામ મતદારોને સૌપ્રથમ સેનિટાઇઝરથી હેન્ડ સેનિટાઇઝ અને ટેમ્પરેચર માપ્યા બાદ હેન્ડ ગ્લોવ્ઝ આપવામાં આવ્યા હતા. અને હેન્ડ ગ્લોવ્ઝથી જ મતદાન કરવામાં આવ્યું હતું. મતદાન કર્યા બાદ હેન્ડ ગ્લોવ્ઝનો કચરાપેટીમાં નિકાલ કરવામાં આવ્યો હતો. આમ, સમગ્ર મતદાનની પ્રક્રિયા ખુબ જ સુરક્ષિત રીતે હાથ ધરવામાં આવી હતી.

Follow Me:

Related Posts