fbpx
અમરેલી

મતદાન એ લોકશાહીના પર્વની ઉજવણી , સૌને મતદાન કરવાની અપીલ સાથે ધારી વિધાનસભા ક્ષેત્રનો પ્રવાસ ખેડતા મહિલા અગ્રણી ગીતાબેન સંઘાણી સહકારી અગ્રણી દિલીપ સંઘાણી સહીત ટીમ સહકાર

મતદાન એ લોકશાહી પર્વની ઉજવણી છે તેથી લોકોને ઉત્સાભેર મતદાન કરવા મતદાન જાગૃતિ માટે અપીલ કરવા સાથે ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના ચેરપર્સન – મહિલા અગ્રણી સુશ્રી ગીતાબહેન સંઘાણી , સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી સહિત ટીમ સહકારએ આજરોજ ધારી વિધાનસભા મત ક્ષેત્રના પ્રવાસ વેળા જણાવેલ . સંઘાણીએ વધુમાં જણાવેલ કે , નાગરીકોનો એક – એક મત રાજય અને રાષ્ટ્રના વિકાસ નિર્માણમાં અગત્યની ભૂમીકા ભજવતો હોય , ધારી વિધાનસભા વિસ્તારના તમામ મતદાર ભાઈ – બહેનોએ અચુકપણે મતદાન કરી પોતાનો મતાધિકાર દ્રારા લોકશાહી પર્વમાં સામેલ થવું જોઈએ તેમ જણાવેલ . આ પ્રવાસમા દિલીપભાઈ સંઘાણી , અશ્વિનભાઈ સાવલીયા , દિપકભાઈ માલાણી અને ધિરૂભાઈ વાળા સહિતના સામેલ થયા હતા તેમ અખબારી યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts