fbpx
અમરેલી

ધારી વિધાનસભા પેટાચૂંટણીમાં અંદાજે ૪૫.૭૪ ટકા મતદાન થયું

૫૭,૧૨૨ પુરુષ મતદારો (૫૦.૩૯%), ૪૨,૪૦૧ સ્ત્રી મતદારો (૪૦.૬૮%) અને અન્ય ૨ મતદારો એમ કુલ મળી ૯૯,૫૨૫ મતદારોએ (૪૫.૭૪%) મતદાન કર્યું હોવાનો અંદાજ

ધારી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત વિધાનસભા મતવિસ્તારમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. સમગ્ર મતવિસ્તારના ૧૮૦ સ્થળ ઉપરના ૩૩૭ મતદાન મથકો પર ૧,૧૩,૨૯૬ પુરુષ અને ૧,૦૪,૧૮૫ લાખ સ્ત્રી અને અન્ય ૬ એમ કુલ મળી ૨,૧૭,૪૮૮ લાખ મતદારો નોંધાયેલા હતા જેમાંથી ૫૭,૧૨૨ પુરુષ મતદારો (૫૦.૩૯%), ૪૨,૪૦૧ સ્ત્રી મતદારો (૪૦.૬૮%) અને અન્ય ૨ મતદારો એમ કુલ મળી ૯૯,૫૨૫ મતદારોએ (૪૫.૭૪%) મતદાન કર્યું હોવાનો અંદાજ છે.

સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન ચૂંટણી આયોગ દ્વારા કોવીડ-૧૯ અંગે આપવામાં આવેલી ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. ફરજ પરના સ્ટાફને સેનિટાઇઝર, માસ્ક, ગ્લવ્ઝ આપવામાં આવ્યા હતા. તેમજ તમામ સ્ટાફનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર મતદાનની પ્રક્રિયા દરમિયાન તમામ વ્યક્તિઓએ માસ્ક સહિતની તમામ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કર્યું હતું. મતદાનના હેતુ માટે વપરાતા હોલ/રૂમ/પ્રાંગણના પ્રવેશ દ્વારે તમામ વ્યક્તિઓનું થર્મલ સ્ક્રીનિંગ તેમજ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts