fbpx
અમરેલી

બગસરા 108 દ્વારા નાના મુંજીયાસર ગામની વાડી વિસ્તાર માં સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી

સવાર ના 9:49 ના બગસરા 108 એમ્બ્યુલન્સ ને કેશ મળતા જ 108 ના કર્મચારીઓ ઈ.એમ.ટી. રમેશ મકવાણા અને પાયલોટ બિપિન રાજ્યગુરુ તાત્કાલિક સ્થળ પર જવા રવાના થઈ ગયા હતા. પરંતુ દર્દી વાડી વિસ્તાર માં આશરે 1 કિમી દૂર હોવાથી ત્યાં એમ્બ્યુલન્સ  જઈ શકે તેમ ન હોવાથી જરૂરી સાધનો એને સ્ટ્રેચર લઈ દર્દી પાસે પહોંચી ગયા. ત્યાર બાદ તપાસ કરતા સ્થળ પર 22 વર્ષ ના ગીતાબેન ને પેહલી ડિલિવરી ની પ્રસવ પીડા ચાલુ હતી જેથી ત્યાં સ્થળ પર તપાસ કરતા ત્યાંજ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. ગીતાબેન પહેલેથીજ જોખમી (હાઈ રિસ્ક) હતા અને ગર્ભ ના 7 મા મહિને જ પ્રસવ પીડા ચાલુ થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિમાં સમય સુચકતા ને ધ્યાન માં રાખી ઈ.એમ.ટી. રમેશ મકવાણા એ ઉપરી ફીઝીશયન ડોક્ટર સાથે વાત કરી સ્થળ પર જ ડિલિવરી કરાવી હતી. ત્યાર બાદ માતા અને બાળક ને તરત જ સ્ટ્રેચર ઉપર લઈ ને 108 કર્મચારીઓ દ્વારા સ્ટ્રેચર ઉપાડી પગપાળા ચાલી ને દર્દી ને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સ માં લઈ જરૂરી ઈન્જેકશન અને ઓકસીજન આપવામાં આવેલ ત્યાર બાદ 108 ના પાયલોટ બિપિન ભાઈ ની સતર્કતા થી તાત્કાલિક માતા અને બાળક ને નજીકની બગસરા સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ. આમ એક માતા અને બાળક એમ બે જીવ બચાવી 108 ના કર્મચારીઓ એ ઉત્ક્રુષ્ટ કામગીરી કરી છે અને દર્દી ના પરિવાર દ્વારા 108 નો અને 108 ના કર્મારીઓનો આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts