fbpx
અમરેલી

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદ રૂપ ફાયરફાઇટર ઉપલબ્ધ થયું ધારાસભ્ય ઠુંમર અને તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા ની મહેનત રંગ લાવી

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદ રૂપ  ફાયરફાઇટર ની સુવિધા થી સજ્જ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ જનકભાઈ તળાવીયા ના મુરલીધર કોટન માં ત્રણ માસ પૂર્વે લાગેલી આગ થી વ્યતીત થયેલ લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ જનકભાઈ તળાવીયા એ આ અંગે ધારાસભ્ય શ્રી ઠુંમર ના ધ્યાને મૂકી અને અતિ ગંભીરતા થી નોંધ લઈ દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ચાલતા ઉધોગો માટે કાયમી સમસ્યા નો ઉકેલ મેળવવા અગ્નિશામક નિયામક સુધી ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરે  માંગ કરી આ માંગ નો સુખદ ઉકેલ ત્રણ ચાર માસ ના ટૂંકા સમય માં આવ્યો ગાંધીનગર અગ્નીશામક નિયામક ની કચેરી માં ઝડપી પ્રક્રિયા કરાવી દામનગર  શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદ રૂપ ફાયરફાઇટર ની સુવિધા મળે તે માટે સતત ઉઘરાણી કરતા પાલિકા ના પૂર્વ પ્રમુખ હરેશભાઇ પરમાર દ્વારા આ અંગે અવારનવાર ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર અને તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા ટેલિફોનિક ઉઘરાણી કરતા રહ્યા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને જનકભાઈ તળાવીયા ની મહેનત રંગ લાવી આજરોજ દામનગર નગરપાલિકા કચેરી ખાતે ફાયરફાઇટર આવી પહોંચ્યું હતું દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં ચાલતા નાના મોટા ઉદ્યોગ ધંધા રોજગાર સ્થળો એ આગ ના બનાવ અવાર નવાર બનતા રહે છે અને અન્ય શહેર માંથી ફાયરફાઇટર ની પ્રતીક્ષા ઓ માં કલાકો નીકળી જતી હતી આ સમસ્યા નો કાયમી ઉકેલ થાય તે માટે ત્રણ ચાર માસ પૂર્વે જ ધારાસભ્ય સમક્ષ જનકભાઈ તળાવીયા દ્વારા માંગ કરવામાં આવી હતી અને ખૂબ ટૂંકા સમય માં આ અંગે ફાયરફાઇટર ની સુવિધા ઉપલબ્ધ બની 

Follow Me:

Related Posts