fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં સીટી સર્વે કચેરીની કામગીરીથી પ્રજા પરેશાન રાજયનાં મુખ્યમંત્રી રૂપાણીને રજુઆત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ હીરપરા હીરેન હીરપરા

અમરેલી જિલ્લામાં સીટી સર્વેની કચેરીની કામગીરી બેદરકારી ભરી ચાલી રહી છે . અનેક રજુઆતો અને અરજદારોની ફરીયાદો હોવાછતા પણ સીટી સર્વે કચેરીનાં કર્મચારીઓ અરજદારોને જવાબ આપવામાં અને તેના પ્રશ્નો ઉકેલવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે . જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા માટે લાઠી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રણવભાઈ જોષીએ જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાને આધાર પુરાવા સાથે લેખિતમાં રજુઆત કરતા સમગ્ર અમરેલી જિલ્લામાં સીટી સર્વે વિભાગની જે બેદરકારીઓ સામે આવી છે તેમાં કોઈપણ અરજદારે પોતાની હયાતીમાં હકક દાખલ કરવો , વારસાઈ નોધ , વેચાણ નોધ અને હુકમી નોંધ દાખલ કરવી હોય કે પી.આર.કાર્ડમાં શરત ચુકથી રહી ગયેલ ભુલમાં સુધારો કરાવવો હોય જેવા કોઈપણ કામમાં સીટી સર્વેમાં કર્મચારી દ્રારા ધ્યાન દેવામાં આવતુ નથી તથા અરજદારોને ધકકા ખવડાવવામાં આવે છે . તેમજ એક વર્ષથી અનેક કેસ પેન્ડીંગ છે . સીટી સર્વે કચેરીમાં મંજુર થયેલ મહેકમ મુજબ તાત્કાલીક ખાલી જગ્યાઓ ભરવા વિનંતી છે . તેમજ સીટી સર્વેનાં પડતર પ્રશ્નો બાબતે લગત નાયબ કલેકટરની અધ્યક્ષતામાં લોક દરબાર યોજી સ્થળ ઉપર પ્રશ્નોનો નિકાલ કરવા રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહેસુલ મંત્રી કૌશીકભાઈ પટેલ , પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , તેમજ જિલ્લા કલેકટરને જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ રજુઆત કરી છે .

Follow Me:

Related Posts