fbpx
અમરેલી

લાયન્સ ક્લબઝ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩૨૩૨-જે ના ડિસ્ટ્રીકટ ગવર્નરશ્રીએ લાયન ધીરેનભાઈ મહેતાએ લાયન્સ ક્લબઓફ અમરેલી (સીટી)ની લીધેલ સત્તાવાર શુભેચ્છા મુલાકાત.

લાયન્સ ક્લબઝ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩૨૩૨-જે ના ડિસ્ટ્રીકટ ગવર્નર એમ. જે.એફ. લાયન ધીરેનભાઈ મહેતાઆજરોજ તા.૦૬-૧૧-૨૦૨૦ને શુક્રવારે હોટલ આંગનમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ની સત્તાવાર શુભેચ્છામુલાકાતે પધારેલ હતા.સૌ પ્રથમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) ના પ્રમુખ લાયન રાજેશભાઈ માંગરોળીયાએ સ્વાગત ઉદબોધન દ્વારામાનવંતા મહેમાનોનું સ્વાગત કરેલ. લાયન્સ ક્લબઝ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩૨૩૨-જે ના પ્રથમ વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નરએમ. જે.એફ. લાયન વસંતભાઈ મોવલિયા દ્વારા લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)એ કરેલ વિવિધ માનવતાવાદીસેવાકીય પ્રવૃત્તિઓ માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ. માનનીય ડિસ્ટ્રીકટ ગવર્નર લાયન ધીરેનભાઈ મહેતાએમલ્ટીપલ અને ડિસ્ટ્રીકની થયેલ અને ભવિષ્યમાં થનાર વિવિધ પ્રવૃત્તિઓના આયોજન અંગે જણાવેલ.એલ.સી.આઈ.એફ. પેટે ફાળો સંસ્થા વતી ટ્રેઝરર લાયન સાહસ ઉપાધ્યાય તેમજ લાયન રમેશભાઈ ગોલ દ્વારા ડિસ્ટ્રીકટગવર્નરને અર્પણ કરવામાં આવેલ.સમારંભમાં રીજીઅન ચેરપર્સંન લાયન કાંતિભાઈ વઘાસીયા, ઝોન ચેરપર્સંન લાયન ડૉ. વિરલભાઈ ગોયાણી, લાયન્સ ક્લબઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ લાયન મુકેશભાઈ કોરાટ, તેમજ ડિસ્ટ્રીકટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આભારવિધિ લાયન પ્રા. એમ. એમ. પટેલ દ્વારા કરવામાં આવેલ.

Follow Me:

Related Posts