ધારી ગીર પૂર્વની પાણીયા રેન્જમાં 5 વર્ષના બાળકને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, બાળકનું ગળુ પકડી ઢસડીને લઈ જતા મોત થયું હતું

માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
ચાર દિવસ પહેલા ધારી ગીર પૂર્વની પાણીયા રેન્જમાં આવેલા ભગીરથભાઈની વાડીમાં પાંચ વર્ષનો બાળક રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ દીપડાએ તેના ઉપર હુમલો કર્યો હતો. દીપડાએ બાળકને ગળેથી પકડ્યો હતો, જેને લઈને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ દીપડો તેને ઢસડીને દૂર લઈ ગયો હતો. ગળાના ભાગેથી બાળકને પકડતા તેનું મોત નીપજ્યું હતું, આજે ચોથા દિવસે વન વિભાગને આ માનવભક્ષી દીપડાને પકડવામાં સફળતા મળી છે.
Recent Comments