fbpx
અમરેલી

સોશ્યલ મિડીયામાંથી યુવતીના ફોટા મેળવી એડીટીંગ કરી વાયરલ કર્યા, અમરેલી પંથકની યુવતીએ પોલીસ સમક્ષ માંગી દાદ

અમરેલી પંથકની એક યુવતીએ પોતાના ફોટા સોશ્યલ મિડીયામા પોતાના આઇડીમા મુકયા હોય જુદાજુદા બે શખ્સોએ આ યુવતીના ફોટા મેળવી તેનુ બિભત્સ એડીટીંગ કરી સોશ્યલ મિડીયામા વાયરલ કરતા યુવતીએ આ અંગે પોલીસ સમક્ષ દાદ માંગી છે.અમરેલી પંથકની 24 વર્ષીય યુવતીએ આજે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા સોશ્યલ મિડીયામા જુદાજુદા બે આઇડી ધરાવતા અસામાજીક તત્વો સામે આ ફરિયાદ નોંધાવી છે. જેમા આ યુવતીએ જણાવ્યુ હતુ કે પોતે પણ એક સોશ્યલ મિડીયાના પ્લેટફોર્મ પર આઇડી ઓપરેટ કરે છે જેમા તેણે પોતાના ફોટા અપલોડ કર્યા હતા.

જેના પરથી આ બે આઇડીના સંચાલકોએ તેના ફોટા મેળવ્યા હતા અને બિભત્સ એડીટીંગ કરી ફરી તે જ ફોટા તેને મોકલ્યા હતા. અને આ ફોટા સોશ્યલ મિડીયામા વાયરલ કરવાનો મેસેજ પણ કર્યો હતો. બંને આઇડીના ઓપરેટરોએ તેને ધમકી આપી હોય આ અંગે યુવતીએ તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા સીપીઆઇ જે.કે.મકવાણાએ ધોરણસરની તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts