fbpx
અમરેલી

કેરાળામાં નાણાની ઉઘરાણી મુદ્દે યુવક પર પાઇપથી હુમલો, બે શખ્સે મારમારી ઇજા પહોંચાડી, રાવ

જાફરાબાદ તાલુકાના કેરાળા ગામે રહેતા એક યુવકે બાકી નાણાની ઉઘરાણી કરતા અહી જ રહેતા બે શખ્સોએ તેને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા જાફરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવક પર પાઇપ વડે હુમલાની આ ઘટના કેરાળા ગામે બની હતી. અહી રહેતા જગદીશભાઇ જીકાભાઇ બાંભણીયા (ઉ.વ.20) નામના યુવકે જાફરાબાદ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના મામા પાસે વિડીયો શુટીંગના ઓર્ડરના પૈસા તથા વિડીયો શુટીંગના ડેટા લેવાના બાકી હોય જે બાબતે અવારનવાર તેણે ઉઘરાણી કરતા દિનેશ બાબુભાઇ મકવાણા અને રમેશ બાબુભાઇ મકવાણા નામના શખ્સોએ તેની સાથે બોલાચાલી કરી હતી. આ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ માથામા પાઇપ ફટકારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એન.વી.લંગાળીયા તપાસ ચલાવી રહ્યાં છે

Follow Me:

Related Posts