fbpx
અમરેલી

૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી અન્વયે મતગણતરી પુરી ન થાય ત્યાં સુધી મતગણતરી સ્થળની આજુબાજુમાં ચારથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ

૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી અન્વયે આજે તા: ૧૦ નવેમ્બરના ધારી યોગીજી મહારાજ મહિલા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ. બી. પાંડોરએ મતગણતરી સ્થળ અને તેની આજુબાજુમાં ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં સવારના ૬ થી મતગણતરી પુરી ન થાય ત્યાં સુધી ચાર કે તેથી વધુ માણસોના રાજ્યમાર્ગો ઉપર શેરીઓમાં, ગલીઓમાં એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મતગણતરી સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલા પ્રતિબંધિત વિસ્તારમાં કોઈએ પણ સેલ્યુલર ફોન, વાયરલેસ ફોન અને મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે લઇ જવા પર તેમજ ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સક્ષમ સતાધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થઇ શકશે નહિ. આ આદેશનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે.

Follow Me:

Related Posts