fbpx
અમરેલી

બહુમુખીની પ્રતિભા , સક્રિય સંનિષ્ઠ લોકપ્રિય યુવા આગેવાન અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ પદે કૌશિક વેકરીયા , વરણીને વધાવતા દિલીપ સંઘાણી

યુવાનોને તક અને તકાજો સોપવા બદલ પ્રદેશ ભાજપ અભિનંદનીય સરળ અને સહજ સ્વભાવ , બહુમુખી પ્રતિભા , સક્રિય અને સંનિષ્ઠ કામગીરી એ કૌશિક વેકરીયાની ઓળખ છે તેમ અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ પદે કૌશિક વેકરીયાની વરણી બદલ વેકરીયાને શુભેચ્છા પાઠવતા પૂર્વ કેબીનેટ મંત્રી – રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ જણાવેલ છે . સંઘાણીએ વધુમાં જણાવેલ કે , ગુજરાત પ્રદેશ ભાજપ એ યુવાશકિતને તક આપીને તેમની શકિતને વિસ્તારવાની , પક્ષના માધ્યમથી જનસમુહના સેવાકાર્ય પુરી પાડવાના શ્રેષ્ઠ નિર્ણયને બિરદાવી તેમને પણ આજના તકે અભિનંદન પાઠવું છું નૂતન વર્ષની નજીક નૂતન વરણી થતા સંઘાણીએ કૌશિક વેકરીયાને આવનારૂ વર્ષ પક્ષ અને પ્રવૃતિ માટે પણ ફળદાયી નિવડે તેવી આશા અભિનંદન સાથે વ્યકત કરી હોવાનું યાદીમાં જણાવાયેલ

Follow Me:

Related Posts