fbpx
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાનાં નેતૃત્વમાં લડાયેલ ધારી વિધાનસભા પેટા ચુંટણીમાં ભાજપનો ભવ્ય

????????????????????????????????????

વિજય અમરેલી જિલ્લામાં ભાજપનું કમળ સોળે કળાએ ગુજરાત મ્યુ.ફાઈ.બોર્ડનાં ચેરમેન અને ધારી વિધાનસભાનાં ખીલ્યુ . કાર્યકરોમાં અનેરો ઉત્સાહ વિધાનસભાનાં ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી , પ્રભારી મંત્રી મંડલનાં દરેક મંડલ પ્રમુખ , મહામંત્રી , પાયાનાં ધર્મેન્દ્રસિંહજી જાડેજાનાં સિધા માર્ગદર્શન નિચે જિલ્લા તેમજ બુથ સુધીનાં સનિષ્ટ કાર્યર્તાઓના પ્રયાસોથી ભાજપ પ્રમુખ હીરેન હીરપરા અને ટીમ જિલ્લા આ ચુંટણી જંગ જિતાયો ભાજપનાં સનિષ્ઠ પ્રયાસોથી સારુ પરીણામ આવ્યું . ધારી વિધાનસભાની પેટા ચુંટણી અન્વયે આજ રોજ થયેલ મત ગણતરીમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર જે.વી.કાકડીયાનો ૧૭ હજારથી વધુ મતોથી ભવ્ય વિજય થયો છે . ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં મતદારોએ ફરી વિશ્વાસ એક મુકી અને ભાજપને વિજય અપાવ્યો છે . ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠે આઠ પેટા સીટ પર ભાજપ જિત્યુ છે ત્યારે અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા પેટા ચુંટણી પણ ભાજપે બુથનાં પાયાનાં કાર્યકર્તાઓના જોરે ફરી એક વાર ચુંટણી જિતવામાં સફળતા મેળવી છે . ધારી વિધાનસભામાં ચુંટણીમાં થયેલ ઓછા મતદાન બાદ પણ થયેલ મતદાનમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજય સરકાર અને દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારનાં થયેલા વિવિધ વિકાસનાં કામોમાં પ્રજાએ ભરોસો મુકી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર , જે.વી.કાકડીયાને વિજય બનાવ્યા છે . આ સાથે જ ભારતીય જનતા પાર્ટીનાં જિલ્લા ભરનાં કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી છવાઈ છે . ધારી વિધાનસભાની પેટા ચુંટણી જિતવાથી આગામી તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત અને નગરપાલીકાની ચુંટણીઓમાં પણ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી . તેમજ તેનું પરીણામ પણ ભારતીય જનતા પાર્ટી તરફે આવશે તે નિશ્ચિત છે . ધારી વિધાનસભાના ઉમેદવાર જે.વી.કાકડીયાને વિજય બનાવવામાં ધારી વિધાનસભાનાં ધારી , બગસરા , ચલાલા અને ખાંભા વિસ્તારનાં મતદારોનાં તેમજ સંગઠનમાં જવાબદારી નિભાવતા પ્રમુખ , મહામંત્રી તેમજ તેમની ટીમ અને બુથ પ્રમુખ , બુથ કમિટી તેમજ પેઈઝ કમિટીનાં સભ્યોનો નિરંતર પ્રયાસ ભારતીય જનતા પાર્ટીને વિજય તરફ દોરી ગયો છે . આ સાથે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા બદલ અને ઉમેદવાર જે.વી.કાકડીયાને વિજય બનાવવા બદલ ધારી , બગસરા , ચલાલી અને ખાંભા વિસ્તારની જનતાનો અને કાર્યકર્તાઓનો હદયથી આભાર માનું છું અને તેમણે કરેલી મહેનતને વંદન કરુ છું . સાથો સાથ જુનાગઢ જિલ્લા ભાજપ ,જિલ્લાનાં કાર્યકર્તાઓએ કરેલી મહેનતને વંદન અને અભિનંદન આપુ છું . તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી આવેલા વિવિધ આગેવાનો તેમજ કાર્યકર્તાઓનો પણ આભારી છું . ધારી વિધાનસભાની પેટા ચુંટણીમાં પ્રચાર કાર્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની બગસરા મુકામેની જાહેર સભા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની સંગઠનાત્મક બેઠકોએ ચુંટણીનાં વાતાવરણમાં અને કાર્યકરોમાં ચેતના જગાવી હતી . આ ચુંટણી પ્રચાર કાર્યમાં દ્વારા કેન્દ્રીમંત્રી મનસુખભાઈ માંડવીયા , પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , કૃષિમંત્રી આર.સી.ફળદુ , સાંસદ નારણભાઈ કાછડીયા , પૂર્વ પ્રદેશ અધ્યક્ષ . જિતુભાઈ વાઘાણી , ગુજકોમાસોલના ચેરમેન દીલીપભાઈ સંઘાણી , કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા , કુમારભાઈ કાનાણી , સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શીયાળ , સાંસદ રાજેશભાઈ ચુડાસમા , પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઇ ઝડફીયા , જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ ગાજીપરા , પ્રદેશ ભાજપ મંત્રી દર્શનીબેન કોઠીયા , પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી , પ્રદેશ ભાજપ અગ્રણી અલ્પેશભાઈ ઠાકોર , પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા , બાવકુભાઈ ઉંધાડ , અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા , પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા , બાલુભાઈ તંતી તથા અમરેલી જિલ્લા ભાજપ ટીમ , જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખો , પૂર્વ ધારાસભ્યઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત અને નગરપાલીકાનાં સભ્યો તેમજ મંડલનાં પ્રમુખ , મહામંત્રીઓ , જુનાગઢ જિલ્લા ભાજપ , જુનાગઢ મહાનગર અને ગીર સોમનાથ જિલ્લાનાં આગેવાનો અને કાર્યકર્તાઓ ચુંટણી પ્રચારમાં જોડાયા હતા . આ તમામની મહેનત થકી અમરેલી જિલ્લામાં ધારી વિધાનસભાની પેટા ચુંટણીમાં કમલ સોળે કળાએ ખીલી ઉઠયું . તેમ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણીની યાદીમાં જણાવાયું છે .

Follow Me:

Related Posts