fbpx
અમરેલી

ધારી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાએ કેસરિયો લહેરાવ્યો. વિપક્ષના નેતાના કોંગ્રેસ ના ગઢમાં ગાબડું પડતા કોંગ્રેસમાં સન્નાટો

ગુજરાત રાજ્યની 8 વિધાનસભાની પેટાચૂંટણીની આજે મતગણત્રી હતી. મત ગણતરીમાં સવારથી જ ભાજપનો ભગવો લેહરાવવાનો હોય તેમ આગળ હતું. અને અંતે આઠેય બેઠકો પર ભગવો લહેરાયો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના કોંગ્રેસમાં ગઢમાં સૌથી મોટું ગાબડું પાડતા કોંગ્રેસ માં સન્નાટો મચી જવા પામ્યો છે. ભાજપના જે.વી કાકડીયા કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયા પર અંદાજે 16,500 મતે જીત હાંસલ કરી છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસ દ્વારા સતત પક્ષપલટાના ઉમેદવાર તરીકે જે.વી.કાકડીયા વિરુદ્ધ અપ પ્રચાર કરવામાં આવ્યો હતો પણ આજ ધારી, બગસરા ખાંભા વિધાનસભાના મતદારોએ જે.વી.કાકડીયા ને તેમને ફરી જીતાડી ભગવો લહેરાવ્યો છે.

Follow Me:

Related Posts