fbpx
અમરેલી

અમરેલી ૨૦ અને ૨૧ નવેમ્બરના ઓનલાઇન ભરતીમેળાનું આયોજન

રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં નોવેલ કોરોના વાઇરસના સંક્રમણના કારણે નોકરીદાતા તેમજ રોજગારવાંચ્છુ યુવાનોને એક જગ્યા પર એકત્રીત કરી ભરતીમેળા યોજવાનું ઉચિત જણાતું ન હોવાથી વર્ચ્યુઅલ (ઓનલાઈન) ભરતીમેળાનું કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઇરછા ધરાવતા હોય તો જે તે નોકરીદાતા સામે આપેલ ગુગલ લિંક પર તેમાં જણાવેલ સમય માર્યાદામાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

તા: ૨૦/૧૧/૨૦૨૦ ના બેંગ્લોરની એડીકો ઇન્ડિયા પ્રા.લી કંપનીમાં પ્રોડક્શન એન્ડ મેઈન્ટેનન્સ વિભાગમાં ખાલી જગ્યા માટે આઈ.ટી.આઈ. માંથી ફીટર/વેલ્ડર/ઈલેક્ટ્રીકલ/મીકેનીકલ/ડીઝલ મિકેનિક /વાયરમેનનો કોર્સ કરેલા ૧૮ થી ૪૦ વર્ષના ઉમેદવારો આ https://forms.gle/PPgDLMFwqXhWnVgy7 લિંક ઉપર અરજી કરી શકશે. આ ઉપરાંત તા: ૨૧/૧૧/૨૦૨૦ ના વડોદરાની ઓરેના સોલ્યુશન પ્રા.લી. કંપનીમાં સેલ્સ એન્ડ માર્કેટિંગ એક્ઝીક્યુટીવની ખાલી જગ્યા માટે ધો.૧૨ પાસ કે કોઇપણ સ્નાતક કરેલા ૧૮ થી ૪૫ વર્ષના ઉમેદવારો આ https://forms.gle/Xn7FZH3yUHXfojaX9 લિંક ઉપર અરજી કરી શકશે.

Follow Me:

Related Posts