fbpx
અમરેલી

લાઠી બાબરા ના ધારાસભ્ય ઠુંમરે રાજ્યના હોમગાર્ડ જવાનોને પૂરતો પગાર અને વયમર્યાદા ૫૮ વરસની કરો ની રાજ્ય મુખ્ય મંત્રી સમક્ષ માંગ ૫૦ જવાનો નું શોષણ બંધ કરો

રાજ્યના હોમગાર્ડ જવાનોને પૂરતો પગાર અને વયમર્યાદા ૫૮ વરસની કરો ધારાસભ્ય ઠુંમર અન્ય રાજ્યમાં ૧૫ હજાર ની વધુ પગાર ચૂકવાય છે તો તેની સામે ગુજરાતમાંમાં માત્ર આઠ થી નવ હજાર ચુકવવામાં આવી રહ્યો છે 
રાજ્યના હોમગાર્ડ જવાનોને પૂરતો પગાર ચૂકવી આર્થિક શોષણ બંધ કરવા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો 
ગુજરાત રાજ્યમાં હોમગાર્ડના જવાનોને ઓછો પગાર આપી રાજ્ય આર્થિક શોષણ કરતી હોવાનો આક્ષેપ કરી પૂરતો પગાર ચૂકવવાની માંગ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવી છે તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી રજુઆત કરેલ છે કે રાજ્યમાં ૫૦ હજાર હોમગાર્ડના જવાનો ફરજ બજાવે છે પણ તેનો અવાજ સાંભળવવામાં આવતો નથી અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં હોમગાર્ડને ખુબજ ઓછું વેતન ચૂકવી આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે દિલ્હી,પંજાબ,હિમાચલ,મધ્ય પ્રદેશ,ઉત્તર પ્રદેશ,ઉતરાખંડ,કેરલ,માં દરોજના  ૭૦૦ રૂપિયા ચુકવવામાં આવી રહ્યા છે તેની સામે રાજ્યમાં ૩૦૦ની આસપાસ ચુકવવામાં આવી રહ્યા છે જે ખરેખર હોમગાર્ડના જવાનો પ્રત્યે અન્યાય બાબત છે  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે હોમગાર્ડના જવાનોના પગાર વધારાની સાથે નિવૃત વય મર્યાદામાં વધારો કરવાની રજુઆત કરેલ છે તેઓએ જણાવ્યું હતું કે સરકારી એકમમાં વય મર્યાદા ૫૮ની છે જ્યારે હોમગાર્ડમાં ૫૫ છે તો તેમાંથી વધારી ૫૮ની કરવી જોઈએ હાલ આકરી મોંઘવારીના કારણે સામન્ય પગારમાં હોમગાર્ડનો જવાન કેવીરીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે દરોજ છ કલાક કામ કરતા હોમગાર્ડના ભાઈ બહેનો ને ઓવર ટાઈમ નું ભથ્થું પણ મળતું નથી ત્યારે રોજના  ૭૦૦ લેખે હોમગાર્ડના જવાનોને પગાર ચુકવવામાં આવે તેવી  માંગણી અને લાગણી ધારાસભ્ય ઠુંમર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

Follow Me:

Related Posts