fbpx
અમરેલી

વોટરશેડ યોજના અંતગૅતા સાસદ આદર્શે ગામ મોટા ઝીઝુડા ખાતે રૂા . ૧૭ લાખના વિવિધ વિકાસના કામોનું લોકાપૅણ કરતા સાસદ નારણભાઈ કાછડીયા

આ પ્રસગે વોટરશેડ ઓફીસ નો ઉદઘાટન સમારોહ અને પશુ કેમ્પ પણ યોજાયેલ હતો આજ તા . ૧૧ / ૧૧ / ૨૦૨૦ ને બુધવારના રોજ સાસદ આદર્શ ગામ મોટા ઝીઝુડા તા . સાવરકુંડલા ખાતે વોટરશેડ યોજના અતગૅત રૂા . ૧૭ લાખના ખર્ચે નિમૉણ પામેલ બે કોઝવે , અવેડો , પ્રોટેકશન વોલ , પાણીની પાઈપલાઈન સહીતના વિકાસના કામોનું અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના વરદ હસ્તે લોકાપણ કરવામા આવેલ હતું . આ તકે વોટશેડ ઓફીસનો ઉદઘાટન સમારોહ અને પશુ કેમ્પ પણ યોજાયેલ હતો . આ પ્રસંગે સાંસદ સાથે ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા , તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ સાવલીયા , ઉપપ્રમુખ પુનાલાલ ગજેરા , માર્કેટીગયાડૅ ચેરમેન દિપકભાઈ માલાણી , ડીરેકટર મનજીબાપા તળાવીયા , ડીરેકટર કીશોરભાઈ બુહા , ભાજપ અગ્રણી અતુલભાઈ રાદડીયા ( બોરાળા ) , તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ ભુવા , વિરોધપક્ષના નેતા રાહુલભાઈ રાદડીયા , નારણભાઈ મેર , રવાભાઈ ભરવાડ , વડા સરપંચ વાલભાઈ , મહેશભાઈ ભાલાળા , મુકેશભાઈ ધાનાણી , વોટરશેડ કમીટી મત્રી જગદીશભાઈ નીમાવત , વોટરશેડ કમીટી સભ્ય મુકેશભાઈ ભીખાભાઈ ઉનાવા , મગનભાઈ આબલીયા , કેશુભાઈ પૂર્વે સરપંચ પરેશભાઈ ગેડીયા , નારણભાઈ ગુજવાડીયા , ગોકળભાઈ રાતડીયા , છનાભાઈ હેલેયા તથા કાયૅકરો , ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા .

Follow Me:

Related Posts