fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લાનાં આઉટસોર્સ કર્મચારીઓની દિવાળી સુધરી

અમરેલી જિલ્‍લામાં વિવિધ તાલુકાઓમાં આવેલા સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ફરજ બજાવતા આઉટ સોર્સના કર્મચારીઓના કરારની મુદત તા.પ/9ના રોજ પૂર્ણ થઈ હતી. આ કર્મચારીઓના પગાર પણ છેલ્‍લા બે મહિનાથી થયા નથી અને કરાર પણ રીન્‍યુ થયા ન હોય આ બાબતના પ્રશ્‍ન માટે બે દિવસ પહેલા અમરેલી જિલ્‍લાના આરોગ્‍ય કેન્‍દ્રોના આઉટ સોર્સ કર્મચારીઓનું એક પ્રતિનિધિ મંડળ પૂર્વ મંત્રી ઉંઘાડ પાસે રજૂઆત માટે આવ્‍યું હતું અને પૂર્વ મંત્રી દ્વારા આ બાબતે સરકારમાં રજૂઆત કરવા ખાત્રી આપી હતી. આ બાબતે પૂર્વ મંત્રી ઉંઘાડ દ્વારા રાજયના આરોગ્‍યમંત્રી કુમાર કાનાણી સાથે વાતચીત કરતા તેમને આ તમામ કર્મચારીઓના કોન્‍ટ્રાકટ રીન્‍યુ અને પગાર ચૂકવવા જણાવેલ હતું. આ કર્મચારીઓના પ્રશ્‍ને પૂર્વ મંત્રીએ સાચા કોરોના વોરિયર્સની મદદ કરી આ આઉટસોર્સ કર્મચારીઓના પરિવારની દિવાળી સુધારી હોય તેવું લાગી રહયું છે. દિવાળી પર પગારના પ્રશ્‍નની સમસ્‍યા અને નોકરીની સમસ્‍યાઓ ઉકેલાતા આ કર્મચારીઓમાં પૂર્વ મંત્રી ઉંઘાડના પ્રયત્‍નોથી આનંદ અને ઉમંગ સાથે દિવાળી સુધરતી જોવા મળી રહી છે. આ બાબતે આ કર્મચારીઓનો સંપર્ક કરતા તેમને અમરેલી જિલ્‍લાના લોકનેતા અને પૂર્વ મંત્રી બાવકુ ઉંઘાડનો આભાર માન્‍યો હતો.

Follow Me:

Related Posts