fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 4 કેસઃ કુલ 2861 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે ફક્ત 4 પોઝિટિવ કેસ નોંધાયા. 4 ડિસ્ચાર્જ અમરેલી જિલ્લાની એકમાત્ર ન્યુઝ ચેનલ સિટીવોચ ન્યુઝ ચેનલની અમરેલી જિલ્લાની જનતાને અપીલ

અમરેલી જિલ્લામાં દિવાળીમાં રાહતના સમાચાર, અમરેલીની એક માત્ર ન્યુઝ ચેનલ દ્વારા લોકો ને અપીલ કરવામાં આવે છે કે અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. પોઝિટિવ કેસો ની સંખ્યા સતત ઘટતી જાય છે. રિકવરી રેટ અત્યારે સારો હોવાથી દર્દીઓ સાજા જલ્દી થઈ રહ્યા છે ત્યારે આવતીકાલથી નવું વર્ષ શરૂ થતું હોય, નવા વર્ષમાં પરિવાર, સ્નેહીઓ ને, મિત્રોને બહાર સાલમુબારક કરવા જવાનું થાય ત્યારે માસ્ક પહેરીને જ જવું સાથે સોશ્યલ ડિસ્ટનસિંગનું અચૂક પાલન કરવુ. આવો સૌ સાથે મળીને અમરેલી જિલ્લાને નવા વર્ષમાં જલ્દી કોરોના મુક્ત બનાવીએ. આજ તા.15 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 103 દર્દીઓ છે. આજે 4 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 34 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2861 પર પહોંચી છે.

Follow Me:

Related Posts