fbpx
અમરેલી

નવા વર્ષને આવકારવા કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા અધ્યક્ષ સ્થાને ભાજપ કાર્યાલયે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

કેન્દ્રિય મંત્રી શ્રી પરષોત્તમભાઈ  રૂપાલા દ્વારા કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓ સહિત સંગઠન માં આવનારી ચૂંટણી જીતવા કાર્યકરો ને હાકલ કરેલ તેમજ નવા વર્ષ ની શુભે્છાઓ આપેલ,જ્યારે સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી દ્વારા કાર્યકર ને ઘરે ઘરે પોહચી લોકોને સરકારી યોજનાઓ નો લાભ લેવા જણાવેલ તેમજ નવા વર્ષ ની સૌ કોઈ ને શુભેચ્છા પાઠવેલ, ધારાસભ્ય જે વી કાકડીયા દ્વારા નવા વર્ષ ની શુભેચ્છાઓ સૌ કોઈ ને પાઠવી ધારી પેટા ચૂંટણી માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો. નવનિયુક્ત પ્રમુખ કૌશિક વેકરીયા દ્વારા સૌ આગેવાનો ના નૂતનવર્ષ ના આશીર્વાદ લઈ આવનારી જિલ્લા તાલુકા પંચાયતમાં કમળ ને ખીલવવા માટે સૌ કોઈ કામે લાગી જવા અપીલ  કરેલ  અને જિલ્લા ભર માંથી પધારેલ પૂર્વ ધારાસભ્યો, જિલ્લાના પૂર્વ પ્રમુખશ્રી,મંડલ ના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, જિલ્લા મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, આગેવાનો , કાર્યકર્તાઓ નો આભાર માનેલ ,
આ તકે અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, શરદભાઈ લાખાણી, ડો ભરતભાઈ કાનાબાર, મનસુખભાઇ ભુવા,
વાલજીભાઈ ખોખરીયા, મનુભાઈ ધાખડા, મયુરભાઈ હીરપરા, કેશુભાઈ વાઘેલા, દીપકભાઈ માલની, અરુણભાઈ પટેલ, બાવાલાલ
મોવલીયા, શરદભાઈ પંડ્યા, જયંતી ભભાઈ જાની સહિતના કાર્યકર્તાશ્રીઓ, આગેવાનશ્રીઓ, શુભેચ્છકો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts