fbpx
અમરેલી

અમરેલી 108 ની વિવિધ ટીમો દ્વારા રંગોળી બનાવી તેમજ દિવાળીમા ફટાકડાં ઉજવણી કરવામાં આવી

દિવાળી અને નવા વર્ષ ના તહેવારો મા પણ 108 દ્વારા સેવા અડીખમ મળી તેની સાથે સાથે અમરેલી 108 ના વિવિધ લોકેશનો દ્વારા અલગ અલગ રીતે રંગોળી દોરી ને વિવિધ રીતે જન જાગૃતી માટે મા પ્રયાસો કરવામાં આવ્યા હતા,જેમાં ખાસ કરી ને અમરેલી જીલ્લા ના 108 ના જીલ્લા અધિકારી શ્રી અમાનતઅલી નક્વી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે અમરેલી,સાવરકુંડલા, તેમજ વગેરે લોકેશન દ્વારા લોકો ને માસ્ક પહેરવા, હાથ વારંવાર ધોવા, સેનીટાયઝર નો ઉપયોગ કરવા, તેમજ લોકો ને સોશ્યલ ડિસ્ટન્સ જેવી તકેદારી આ પર્વ ના માહોલ મા રાખવા માટે રંગોળી દોરી ને વિનંતી કરવામાં આવી હતી,સાથો સાથ અમરેલી 108 ના બંને જીલ્લા અધિકારીઓ અમાનતઅલી નક્વી અને યોગેશ જાની દ્વારા 108 ના વિવિધ લોકેશાનો પર જઈ ને 108 ની ટીમ ને દિવાળી અને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી તેમજ વિવિધ લોકેશન પર જઈ ટીમ નો ઉત્સાહ વધારવા તેમની સાથે ફટાકડાં ફોડી ને દીવાળી ની શુભકામનાઓ આપવામાં આવી હતી અને આવનારા વર્ષમાં કોરોના જેવી મહામારી થી રાહત મળે અને આવનારા દિવસો મા 108 વધુ મા વધુ લોકો ને સેવા આપી શકે તેવી પ્રાર્થના કરી હતી

Follow Me:

Related Posts