fbpx
અમરેલી

માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ 108 દ્વારા વિશ્વભરમાં માર્ગ અકસ્માત માં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ પાઠવી

નવેમ્બર માસના ત્રીજા રવિવારને માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ (world rememberance day) યોજવામાં આવે છે. જેમાં વિશ્વભરમાં માર્ગ અકસ્માત માં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે. સાથે જ તેમના સ્વજનો તેઓને યાદ કરે છે.
આજે અમરેલી શહેર સેન્ટર પોઇન્ટ પાસે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી. આ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.  world rememberance day નિમિતે અમરેલી  108 ટીમ તથા 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મીણબતી સળગાવી શ્રધાંજલિ આપવામાં આવી હતી. અને મૃતક આત્માઓ માટે 2 મિનીટ નું મૌન પાળવામાં આવ્યું હતું. જેમાં 108 તેમજ 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts