fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 22 કેસઃ કુલ 2897 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું. આજે 22 પોઝિટિવ કેસ નોંધાયા સામે ફક્ત 2 પોઝિટિવ દર્દી ડિસ્ચાર્જ.

અમરેલી જિલ્લામાં દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પોઝિટિવ કેસો ની સંખ્યા સતત ચિંતાજનક વધારો થતો જાય છે. લોકો માસ્ક પહેરીને બહાર નીકળે તેમજ સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અચૂક કરે. આજ તા.18 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 22 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 105 દર્દીઓ છે. આજે ફક્ત 2 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 34 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2897 પર પહોંચી છે.

Follow Me:

Related Posts