fbpx
અમરેલી

બાબરામાં તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જ્યંતીની ઉજવણી કરાઈ

તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

બાબરામાં તાલુકા પંચાયત કચેરી ખાતે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના જન્મ દિવસની તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી   આ તકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પ્રભાતભાઈ કોઠીવાળ,તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ કરકર,કુલદીપભાઈ બસિયા,બાવાલાલ હિરપરા,તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ કિશોરભાઈ દેઠળિયા,સહિત સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા   ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આજે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન  ઇન્દિરા ગાંધી જન્મ જયંતી પર સુત્તરની આંટી પેરાવી ફુલહાર કરી તેમના કાર્યને યાદ કરી ઇન્દિરા ગાંધી અમર રહો ના નારા પણ લગાવ્યા હતા

Follow Me:

Related Posts