fbpx
અમરેલી

અમરેલી : ફિલિપાઇન્સ ની MD ની ડિગ્રી વાળા ડોક્ટર MCI ની પરીક્ષા માં નાપાસ, છતા હોસ્પિટલ કરી દર્દી તપાસ્યા

મેડિકલ રજીસ્ટ્રેશન  વગર તબીબી વ્યવસાય કરતા ઈસમો સામે આરોગ્ય તંત્રનો સપાટો ફિલિપાઇન્સ ની MD ની  ડિગ્રી વાળા ડોક્ટર MCI ની પરીક્ષા માં નાપાસ, છતા હોસ્પિટલ કરી દર્દી તપસ્યા 

ખોટા રજીસ્ટ્રેશન નંબર થી હોસ્પિટલ ચલાવતી હતી તંત્ર અને  પ્રમાણપત્ર સાથે પણ ચેડા કર્યા 
વડિયા કોરોના કાળમાં ડોક્ટર ને લોકો એ ભગવાન સમાન ગણવા લાગ્યા છે. લોકો ના જીવ બચાવવા પોતાના જીવને પણ જોખમમાં મુકનાર ડોક્ટર એક સાચા કોરોના વોરિયર્સ સાબિત થયા છે. પરંતુ વડિયા માં ફિલિપાઇન્સ થી MD ડોક્ટર ની પદવી લઈને શ્રીનાથજી હોસ્પિટલ નામથી ઢોળવા નાકા પાસે  હોસ્પિટલ શરુ કરનાર સાગર પ્રાગજીભાઈ પટોડીયા એ દિવાળી પહેલા એક દર્દીને રિએક્શન આવતા  ફરી તેમની પાસે જતા તે દર્દી અને વડિયા ના ઉપ સરપંચ પર હિચકારો હુમલો કરતા દર્દી લોહી લુહાણ થયા હતા. આ દર્દી હજુ સારવાર હેઠળ છે. ત્યાર બાદ આ સાગર પટોળિયા નામના બોગસ ડોક્ટર દ્વવારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. આ ઘટના બાદ આ ડોક્ટર ની ડિગ્રી બોગસ હોવા અને MCI ની માર્કશીટ ના ડોક્યુમેન્ટ માં પણ છેડછાડ કર્યા ની વાત વાયુવેગે વડિયા વિસ્તારમાં ફેલાઈ હતી. ગામના જાગૃત લોકો દ્વવારા આ બાબતે અમરેલી જિલ્લાની સતત ખેવના કરતા  જાગૃત અને બાહોશ એવા અધિકારી  કલેકટર આયુષ ઓક  સાહેબ અને જિલ્લાના કાર્યક્ષમ આરોગ્ય અધિકારીશ્રી ડ્રો.એચ.એફ.પટેલને રજુવાત કરતા કલેટરશ્રીની સૂચના સૂચના અને જાંબાઝ આરોગ્ય અધિકારીશ્રી માર્ગદર્શન નીચે જિલ્લાની અનધિકૃત રીતે સારવાર કરતા ઈસમો વિરૃદ્ધ કાર્યવંશી ટીમ  ડ્રો.હાર્દિક પીઠવા,તાલુકા હેલ્થ ઓફીસર, પી.બી.બલર,ડ્રગ્સ ઇન્સ્પેકટર,શ્રી એમ.કે.બગડા.શા.આ.મ.શ્રી કાનાણી  પ્રા.આ.કેન્દ્ર.તોરીના ફાર્મસીસ્ટ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભાવનગરના શ્રી ડી.બી.વાળા, સિનિયર સાઇન્ટિફિકટ ઓફીસર અને ચિરાગ થાઠાણી પ્રોગ્રામ એન્જીનયર અને વાડિયા પોલીસના સયુંકત ઓપરેશન દ્વારા ખાનગી રાહે છપો મારી તે ડોક્ટર ની ડિગ્રી બાબતે અને હોસ્પિટલ ના રજીસ્ટ્રેશન બાબતે તપાસ કરતા આ ડોક્ટર ની શ્રીનાથજી હોસ્પિટલ નુ રજીસ્ટ્રેશન તેમના લેટર પેડ પરથી GMC Reg. G11012 હતુ વાસ્તવમાં આ ડોક્ટર દ્વવારા કોઈ હોસ્પિટલ કે પ્રેક્ટિસ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જ નથી તેવું માલુમ પડ્યું છે.અને આ કોઈ અન્ય ડ્રો.નું રજીસ્ટ્રેશન છે.એવું માલુમ પડેલ. આ ઉપરાંત આ સાગર પટોડીયા નામના  ફિલિપાઇન્સ માં મેડિકલ નો  અભ્યાસ કરેલ હોય તેમને ભારત માં પેક્ટિસ કરવા માટે M. C. I. ની પરીક્ષા  પાસ કરવાની હોય છે. આ પરીક્ષા ડિસેમ્બર 2019માં તેઓએ આપેલ પરંતુ  તેમાં  તેઓ નાપાસ થયેલા છે. આ પરીક્ષા પાસ કર્યા વગર વિદેશ ની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ ભારત માં પ્રેક્ટિસ કરી શકતો નથી  અને બાયોમેડિકલ વેસ્ટ બાબતનું પણ રજીસ્ટ્રેશન પણ ન હતું. આવી અનેક ગેરરીતિઓ માલુમ પડતા, તેમના વિરુદ્ધ જિલ્લાની મેડિકલ ટીમ દ્વવારા પુરાવા એકત્ર કરી રજીસ્ટ્રેશન વગર હોસ્પિટલ ચાલુ કરવા, ખોટા રજીસ્ટ્રેશન નંબર લગાડવા MCI  ની પરીક્ષા પાસ કર્યા વગર દર્દી ને દવા આપી પેક્ટિસ કરવા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા  બાબતે આઈ પીસી કલમ 406, 420 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963અન્વયે ની કલમ 30 અને 35 મુજબ ફરિયાદ નોંધાતા. વડિયા વિસ્તારમાં માં ગલીએ ગલીએ  આ બોગસ ડોક્ટર ની ચર્ચા ચારે કોર સાંભળવા જોવા  મળી છે. વાસ્તવ માં આવા વિદેશ માં પૈસાના બળ પર  અભ્યાસ કરી દેશના મેડિકલ કાઉન્સિલની પરીક્ષા પાસ ના કરી શકે તેવા બોગસ ડોક્ટર ક્યારેય મેડિકલ ક્ષેત્ર માં સફળતા મેળવી શકે નહિ અને આ ઘટના જેમ જ દર્દીઓ ને સાજા કરવાનાં બદલે હુમલા ના બનાવ સામે આવે છે આવા લોકો ના આરોગ્ય સાથે છેડા કરતા અને લોકો ની જિંદગી જોખમ માં મુકતા  બોગસ ડોક્ટર પર કડક માં કડક કાર્યવાહી થાય તેવી લોક માંગણી થઇ રહી છે.આરોગ્ય વિભાગની આ કામગીરી ને લોકો સારો પ્રતિસાદ મળી રહ્યો છે .બીજી તરફ સમગ્ર જિલ્લામાં અનધિકૃત રીતે તબીબી વ્યવસાયમાં સંકળાયેલ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

Follow Me:

Related Posts