fbpx
અમરેલી

સાવરકુંડલાની દીકરીએ અયોધ્યા મંદિરની આબેહૂબ રંગોળી બનાવી

અયોધ્યામાં રામમંદિર નિર્માણની શુભ શરૂઆતથી દેશમાં આસ્થા અને ઉમંગથી અયોધ્યામાં રામલલ્લાના શિલાન્યાસથી નવી આશાઓ પ્રજલવીત બની છે ત્યારે તહેવારોમાં ભગવાનશ્રી રામ ની અયોધ્યાની રંગોળી 16 કલાકની જહેમત કરીને સાવરકુંડલાની દીકરીએ રંગોળીના કલરથી પ્રાણ પૂર્યા હતા સાવરકુંડલાના કાણકીયા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી સુરભી બી.પંડ્યાએ 100 ઇંચની લંબાઈ અને 50 ઇંચની પહોળાઈનું રંગોળીમાં આયોધ્યા મંદિર નિર્માણ કર્યું હતું એક દિવસની 16 કલાકની લાંબી જહેમત બાદ દીકરી સુરભિએ અયોધ્યા મંદિર રંગોળીથી નિર્માણ કર્યું હતું જ્યારે હાલ દેશભરમાં આસ્થા સાથે રામમંદિર ચાલતું હોય ત્યારે રામમંદિરના અયોધ્યા મંદિર જોવા પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

Follow Me:

Related Posts